Thursday, June 25, 2026
HomeGujaratકચ્છ બોર્ડર પરથી ગુમ થયેલા સૈન્ય અધિકારીની વિગતો તેમની માતાને આપોઃ સુપ્રીમ...

કચ્છ બોર્ડર પરથી ગુમ થયેલા સૈન્ય અધિકારીની વિગતો તેમની માતાને આપોઃ સુપ્રીમ કોર્ટે કર્યો આદેશ

- Advertisement -

નવજીવન ન્યૂઝ.ભુજઃ વર્ષ 1997થી ગુજરાતની કચ્છની બોર્ડર પરથી ભારતીય લશકરના બે જવાનો ગુમ થયા હતા. આ મામલે કોર્ટમાં સુનાવણી ચાલી હતી. ગુમ થયેલા બંને જવાનોમાં કેપ્ટન સંજીત ભટ્ટાચાર્જી અને લાન્સ નાઈક રામ બહાદુર થાપાનો સમાવેશ થાય છે. ભટ્ટાચાર્જી ઓગસ્ટ 1992માં ગોરખા રાઈફલ્સમાં કમિશન્ડ થયા હતા અને કચ્છ બોર્ડર પર બહાદુર થાપા એપ્રિલ 1997માં સાથે ગુમ થયા હતા.

સંજીતની માતા કમલા ભટ્ટાચાર્જીએ ગત વર્ષે સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવ્યા જ્યારે તેમના પુત્રની લાંબા સમયથી કોઈ ઠેકાણા ન હોઈ તેના અંગે માહિતી માગી હતી. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું કે ગુમ થયેલા ભારતીય સૈન્ય અધિકારીને શોધવા જે તે વિભાગે શું કાર્યવાહી કરી અને હાલ તેમના માતા 81 વર્ષના છે તેમને ત્રિમાસિક ધોરણે માહિતી આપે.

- Advertisement -

જસ્ટિસ ચંદ્રચુડ અને પારડીવાલાની બેચએ આ બાબતને કમનસીબી ગણાવી હતી. તેમણે કહ્યું કે, 25 વર્ષથી એક જવાન ગુમ છે અને કોઈ તેનું કારણ આપતું નથી. તે મૃત્યુ પામ્યા હોવાનું માનવામાં આવે છે અને તેમને પહેલાથી જ શ્રદ્ધાંજલી આપી દેવાઈ. અરજદાર પ્રમાઅણે, 19 એપ્રિલ 1997માં તેમના પુત્ર સહિત 17 સૈનિકોની એક પ્લાટૂન કચ્છ રણમાં બોર્ડર પર પેટ્રોલિંગ કરી રહી હતી. 20મી તારીખે 15 સૈનિકો પાછા ફર્યા પરંતુ તેમાં સંજીત અને રામ બહાદુર ન હતા. તે વખતથી તે બંને ગુમ છે જેની હજુ કોઈ જાણકારી નથી. એડિશનલ સોલિસિટર જનરલ કે એમ નટરાજની રજૂઆત પ્રમાણે, પાકિસ્તાને હજુ સુધી તેમની હાજરીનો સ્વીકાર કર્યો નથી. વિદેશ મંત્રાલય દ્વારા રાજદ્વારી ચેનલ્સ મારફતે મામલો ઉઠાવી શકાય છે. આખરે કોર્ટ 11 માર્ચે ગુમ થયેલા અધિકારીઓની માતાની અરજીની તપાસ માટે સંમત થઈ હતી. માતાએ એવો દાવો કર્યો હતો કે, તે જ્યારે ગુમ થયો તે જ વર્ષે સેના દ્વારા રેડિયો ઈન્ટરસેપ્શન દ્વારા માહિતી મળી કે તેમનો પુત્ર કેટલાક પાકિસ્તાની માછીમારોને મળ્યો છે. તેમણે તેને પાકિસ્તાની રેન્જર્સને સોંપી દીધો છે. તેની કસ્ટડી પાકિસ્તાની સેનાને અપાઈ છે. જોકે ગત વર્ષના મહિનામાં કેન્દ્રએ 83ના યુદ્ધ કેદીઓની યાદી રજૂ કર્યું હતું જેમાં સંજીતનું નામ પણ હતું.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular