Sunday, April 19, 2026
HomeGujaratવિદેશી સાપનો સોદોઃ સુરતમાં સફેદ આફ્રિકન સાપ અને બે સફેદ ઉંદર સાથે...

વિદેશી સાપનો સોદોઃ સુરતમાં સફેદ આફ્રિકન સાપ અને બે સફેદ ઉંદર સાથે એક ઝડપાયો એક વોન્ટેડ

- Advertisement -

નવજીવન ન્યુઝ, સુરતઃ સુરત ગ્રામ્ય એસ.ઓ.જી. શાખાના પીઆઇએ ડમી ગ્રાહક ઉભો કરી એક ઈસમને ને.હા.ન.૪૮ ઉપર વલથાણ નહેર પાસેથી સફેદ આફ્રિકન સાપ અને બે સફેદ કલરના ઉંદર સાથે દબોચી લીધો હતો.પોલીસે આ ગુનામાં આરોપી પાસેથી રૂ.૧.૨૫ નો મુદ્દામાલ કબજે લઈ સાપ અને ઉંદર સપ્લાઈ કરનાર કેરાલા રાજ્યના એક ઈસમને વોન્ટેડ જાહેર કર્યો છે.


પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર સુરત ગ્રામ્ય એસ.ઓ.જી.શાખાના પીઆઇ એમ.એમ.ગિલાતરને ગત મંગળવાર, તા.૦૨ ના રોજ રોજ બાતમી મળી હતી કે,એક ઈસમ ઇન્સ્ટગ્રામ આઇ.ડી.મારફતે તેના ગ્રાહકોને એક્ઝોટીક એનિમલનું ગેરકાયદેસર વેચાણ કરી રહ્યો છે.આ ઉપરાંત તેણે તેની આઇ.ડી.ઉપર ઘણા બધા એનિમલના ફોટા પણ મુકેલ છે.

- Advertisement -


જે બાતમીના આધારે પીઆઇ ગિલાતરે ડમી ગ્રાહક તૈયાર કરી કાર્યવાહી હાથ ધરી હતી.આ કાર્યવાહી દરમ્યાન ને.હા.નં-૪૮ ઉપર કડોદરા-કામરેજ વચ્ચે વલથાણ નહેર ખાતે પાસ- પરમીટ વગર ગેરકાયદેસર વન્ય પ્રાણી જીવનો વેપલો કરતો મારગેશ ઉર્ફે માર્ટીન નરેન્દ્ર સરૈયા (ઉ.વ.૨૨),ધંધો-અભ્યાસ રહે-ઘર નં-૨૦૨, સંજીવની હાઉસીંગ સોસાયટી,સંજીવની હોસ્પિટલ પાછળ,ચલથાણ,તા-પલસાણા, જિ.સુરતને દબોચી લીધો હતો.પોલીસે તેની પાસેથી કુલ-૦૩ પ્રાણી જીવ સાથે સુપર મોજાઉ આફ્રીકન બોલ પાઇથન નામનો સફેદ કલરનો સાપ,જેની આશરે કિં.રૂ.૧.૨૦ લાખ,બે સફેદ કલરના ઉંદર,જેની કિં.રૂ.૨૦૦ તથા ૧ નંગ મોબાઇલ ફોન,જેની કિં.રૂ. ૫૦૦૦ મળી કુલ રૂ.૧,૨૫,૨૦૦ નો મુદ્દામાલ કબજે લીધો હતો.


જયારે પોલીસે ઝડપાયેલ આરોપીની પૂછપરછ કરતા તેણે કહ્યું હતું કે,તે ઇન્સ્ટાગ્રામ આઇ.ડી.મારફતે એક્ઝોટીક એનિમલ સંલગ્ન કચેરીઓની પરવાનગી તથા પ્રમાણપત્રો ગ્રાહકને આપવાની ખાત્રી આપતો હતો.તેણે વધુ કબૂલાત કરી હતી કે,આ સુપર મોજાઉ આફ્રીકન બોલ પાઇથન નામનો સફેદ કલરનો સાપ તથા સફેદ કલરના ૦૨ નંગ ઉંદર પોતાના આર્થિક ફાયદા માટે વેચાણ કરવા સોશિયલ સાઇટ મારફત કેરાલા રાજ્યના અથુલ રોમારીયો નામના ઇસમનો સંપર્ક કરી ખરીદી કરતા આ ઈસમ તેને આપી ગયો હતો.જેથી પોલીસે કેરાલા રાજ્યના અથુલ રોમારીયાને વોન્ટેડ જાહેર કરી ઝડપાયેલ આરોપી વિરૂધ્ધ કામરેજ પો.સ્ટે.માં ઇ.પી.કો કલમ-૪૦૬,૪૨૦ તથા પ્રાણી-ક્રૂરતા નિવારણ અધિનિયમ-૧૯૬૦ ની કલમ ૧૧ (એ),૧૧ (ઇ) મુજબ ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.

સહઆભારઃ દિલીપ ચાવડા, સુરત ગ્રામ્ય

- Advertisement -

નવજીવન ન્યુઝ, સુરતઃ

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular