નવજીવન ન્યૂઝ. ગીરસોમનાથ: ગુજરાતમાં સાસરિયા પક્ષના ત્રાસની ફરિયાદોમાં સતત વધારો થઈ રહ્યો છે. મોટા ભાગની ફરિયાદમાં પરણીતાને હેરાન ગતિ અને દહેજને લઈને કરવામાં આવતી હેરાનગતિના કારણે મામલો પોલીસ સ્ટેશન પહોંચતો હોય છે. જો કે ઉનાના ગીરસોમનાથમાં વિપરીત કિસ્સો સામે આવ્યો છે. સાસરિયા પક્ષથી કંટાડીને એક યુવકએ સ્યુસાઇડ નોટ લખીને જીવન ટૂકાવી દીધું છે. સમગ્ર મામલે પોલીસે 70 દિવસ બાદ 9 સામે ફરિયાદ નોંધી છે.
ગીરસોમનાથ જિલ્લાના ઉનામાં સાસરિયાઓના ત્રાસથી યુવકે ગળે ફાંસો ખાઈ લેતા ૯ લોકો વિરૂદ્ધ મરવા મજબૂર કર્યાની ફરિયાદ નોંધવામાં આવી છે. યુવકે સ્યુસાઇડ નોટ લખી જીવન ટુંકાવતા રિપોર્ટ આવ્યા બાદ સાસરિયાઓ વિરૂદ્ધ ૭૦ દિવસે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ઉના સરસ્વતી સ્કૂલના પાછળના ભાગે રહેતા વાલીબેન કાળુભાઈ બાંભણીયાના પુત્ર ભરત બાંભણિયાએ ૭૦ દિવસ પૂર્વે સાસરિયાઓ દ્વારા અવારનવાર ધમકીઓ તથા ત્રાસ આપવામાં આવતો હોવાથી કંટાળી જઈ ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવતા ઉનાના જાણીતા બિલ્ડર સહિતના પરિવારના કુલ ૯ લોકો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
પ્રાપ્ત વિગતો મુજબ ઉનાના સરસ્વતી સ્કૂલના પાછળના ભાગે રહેતા વાલીબેન કાળુભાઈ બામણીયાના મૃતક પુત્ર ભરતના લગ્ન પાંચ વર્ષ પૂર્વે ઉનાના ગાયત્રી મંદિર પાસે રહેતા જાણીતા બિલ્ડર ભીખા દેગણભાઈ મેવાડાની પુત્રી અલ્પા સાથે થયા હતા. મૃતક યુવક માતા સાથે સંયુક્ત કુટુંબમાં રહેતા હતો. મૃતક ભરત બાંભણીયાના પત્ની અવાર નવાર ઝઘડો કરીને રીસામણે જતી રહેતી હતી. સસરા તથા સગા વહાલાઓ મૃતકને અવાર નવાર ડરાવતા ધમકાવતા હતા. જેથી યુવકે સ્યુસાઈટ નોટ લખી પોતાના ઘરના રૂમમાં ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવી લેતા જાણીતા બિલ્ડર સસરા ભીખા દેગણભાઈ મેવાડા, સાસુ કેશરબેન ભીખાભાઈ મેવાડા, મૃતકના પત્ની અલ્કા ભરતભાઈ બાંભણિય, સાળો ભાવેશ ભીખાભાઈ મેવાડા,પાટલા સાસુ છાયાબેન લવજીભાઈ શિયાળ, સાળી પુજા ભીખાભાઈ મેવાડા, સાઢુભાઈ લવજી બાબુભાઈ શિયાળ, સાઢુભાઈ સંદીપ ઉર્ફે લાલો બાલુભાઈ ચૌહાણ, જયેશ કાનજીભાઈ સોલંકી વિરૂદ્ધ મૃતકના માતાએ ફરિયાદ નોંધાવતા ઉના પોલીસે આરોપીઓને પકડવા કાર્યવાહી હાથ ધરી હતી.
(આભારસહ ધર્મેશ જેઠવા ઉના)
[આત્મહત્યા ક્યારેય કોઈ બાબતનું સમાધાન નથી. જો તમારે મદદની જરૂર છે અથવા આપ એવા કોઈ વ્યક્તિને ઓળખો છો કે જેમને આવા કોઈ સંજોગોના કારણે મદદની જરૂર છે, તો તેવા સમયે નજીકના માનસિક સ્વાસ્થ્ય કેન્દ્ર પર જાઓ અથવા હેલ્પલાઈન નંબર- AASRA: 91-22-275-46-669 (24 કલાક ઉપલબ્ધ), Icall- 91-915-298-7821 (સોમવારથી શનિવાર સુધી સવારે 8થી રાત્રે 10 વાગ્યા સુધી ઉપલબ્ધ), NGO- 1800-209-4353 (બપોરે 12 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી ઉપલબ્ધ)]








