Friday, June 26, 2026
HomeGeneralગાંધીનગર: આ પોલીસ અધિકારીઓ-કર્મીઓને સારી કામગીરી બદલ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવ્યો...

ગાંધીનગર: આ પોલીસ અધિકારીઓ-કર્મીઓને સારી કામગીરી બદલ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવ્યો પુરસ્કાર

- Advertisement -

નવજીવન ન્યૂઝ.ગાંધીનગરઃ ગુજરાત રાજ્ય CID ક્રાઇમ બ્રાન્ચની નાર્કોટિક સેલની ટીમને કેન્દ્ર સરકાર દ્વારા પુરસ્કૃત કરવામાં આવી. વર્ષ 2021 દરમિયાન અલગ અલગ જગ્યાએ રેડ કરીને આ ટીમે લગભગ 1 કિલો અફીણ અને 35 કિલો 182 ગ્રામ જેટલો ગાંજો જપ્ત કર્યો હતો. જેની કુલ અંદાજિત કિંમત 4,45,620/- થાય છે. અને ગુના સાથે સંકળાયેલા આરોપીઓની ધરપકડ કરીને જેલ હવાલે કર્યા હતા. નાર્કોટિક સેલના DySP એસ એલ ચૌધરી અને તેમની ટીમની કામગીરીને સરકાર દ્વારા બિરદાવવામાં આવી હતી.

મંગળવારે ગાંધીનગર ખાતે આવેલા પોલીસભવનમાં ગુજરાત પોલીસના વડા DGP આશિષ ભાટિયાએ સમગ્ર ટીમને કુલ 26,737/- રૂપિયાના રોકડ પુરસ્કાર આપીને આનાથી વધુ સારી કામગીરી કરવાની શુભેચ્છા આપી હતી.

- Advertisement -

સારી કામગીરી બદલ રિવર્ડ મેળવનારા અધિકારી-કર્મચારીઓ નીચે પ્રમાણે છે.

  1. એસ એલ ચૌધરી (DySP)
  2. આર. સી. કાનમિયા (PI)
  3. રહિમ કે. મીર (PSI)
  4. પલક એચ. પટેલ (PSI)
  5. માલવણિયા (PSI)
  6. પ્રકાશભાઈ (HC)
  7. કિશનભાઈ (HC)
  8. વિજયભાઈ (HC)
  9. અજયભાઈ (HC)
  10. પારસભાઈ (HC)
  11. ફિરોજભાઈ (PC)
  12. હિતેશભાઈ (PC)
  13. પ્રદીપસિંહ (PC)
  14. ગીતાબેન (PC)
Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular