નવજીવન સુરતઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો પકડવામાં આવી રહ્યો છે. પકડવામાં આવેલા ડ્રગ્સની કિંમત કરોડોમાં છે. ત્યાર બાદ પણ ગુજરાતમાં ડ્રગ્સ પકડાવાનો સિલસીલો યથાવત જ છે. કેટલાક લોકો સુરતમાં બોલીવુડ મુવી રઈસની MO (Modus operandi)ની જેમ જ નાના બાળકની પાસે સ્કૂલ બેગમાં અફિણની તસ્કરી કરાવતા હતા. આ બોળકને સુરત પોલીસે આ બાળકને પકડી પાડ્યો હતો.
સુરતના પુણા પોલીસ સ્ટેશનનાં કર્મચારીઓને બાતમી મળી હતી કે એક બાળક પોતાની સ્કૂલ બેગમાં અફિણ લઈને જઈ રહ્યો છે. બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરીને 16 વર્ષિય બાળકને પકડ્યો હતો. બેગમાં પુસ્તકો મુકીને શાળોએ જવાની ઉંમરે કેટલાક લોકો આ બાળક પાસે બેગમાં અફિણની તસ્કરી કરાવતા હતા. નિયોલ ચેકપોસ્ટ પાસે પોલીસ દ્વારા વિદ્યાર્થીની પૂછપરછ કરીને બેગ તપાસતા બેગમાંથી બે કીલો અફિણ મળી આવ્યું હતું.
પૂછપરછમાં બાળકે જણાવ્યું હતું કે તે મૂળ રાજસ્થાનનો વતની છે. રાજસ્થાનમાં તેને કેટલાક લોકોએ અફિણની તસ્કરી કરવા માટે રઈસ મુવીમાં જેમ એક બાળક બેગમાં દારુ મુકીને દારુની હેરફેર કરાતી હતી તેમ અફિણની તસ્કરી કરાવતા હતા. આ વાતની બાતમી સુરત પોલીસને મળી હતી.








