Saturday, May 23, 2026
HomeGujaratસુરત: વિદ્યાર્થીને કેબિનમાં બોલાવીને જાતિય સતામણી કરવા વાળા પ્રિન્સિપાલની પોલીસે કરી ધરપકડ

સુરત: વિદ્યાર્થીને કેબિનમાં બોલાવીને જાતિય સતામણી કરવા વાળા પ્રિન્સિપાલની પોલીસે કરી ધરપકડ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરત: આપણાં સમાજમાં ઘણા બધા બાળકો સાથે જાતિય સતામણી થતી હોય છે, પણ સમાજ એટલો જાગૃત નથી થયો કે લોકો ખૂલીને આવા કિસ્સામાં સામે આવે. જ્યારે પણ આવી કોઈ ઘટના બને છે ત્યારે સામાન્ય રીતે તેને દબાવી દેવામાં આવે છે, પરંતુ 2018માં સુરતના પૂણા ગામમાં આવી એક ઘટના સામે આવી હતી. જેમાં એક વિદ્યાર્થી સાથે શાળાના પ્રિન્સિપાલે જ જાતિય સતામણી કરી હતી. આ અંગે ફરિયાદ પણ નોંધાઈ હતી અને ગઇકાલે રાતે પૂણા પોલીસ દ્વારા આ આરોપી પ્રિન્સિપાલની ધરપકડ કરી લેવામાં આવી છે.

આ ઘટનાની મળતી માહિતી મુજબ, 2018માં સુરતમાં પુણા ગામની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના પ્રિન્સિપાલ નિશાંત વ્યાસે એક વિદ્યાર્થીને પોતાની કેબિનમાં બોલાવીને નગ્ન કરીને અન્ય વિદ્યાર્થીઓની મદદથી આ ઘટનાનો વીડિયો રેકોર્ડ કર્યો હતો અને વિદ્યાર્થી સાથે જાતિય સતામણી કરી હતી. આ 14 વર્ષીય વિદ્યાર્થીના કપડાં પણ સંતાડી દેવામાં આવ્યા હતા અને અન્ય 4-5 વિદ્યાર્થીઓ અને પ્રિન્સિપાલ આ વિદ્યાર્થીને દોડાવીને તેનું મજાક ઉડાવતા હતા જે વીડિયોમાં જોઈ શકાય છે.

- Advertisement -

અગાઉ જ્યારે પ્રિન્સિપાલ નિશાંત વ્યાસ સામે ફરિયાદ નોંધવામાં આવી તેના બે દિવસ અગાઉ જ તે ભાગી ગયો હતો, ત્યાર બાદ ગઇકાલે પૂણા પોલીસને બાતમી મળી હતી કે તે પોતાના કોઈ સંબંધીને મળવા માટે આવવાનો છે જેના આધારે વોચ ગોઠવીને પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી. અત્રે ઉલ્લેખીય છે કે નિશાન વ્યાસની પત્ની પણ એક શિક્ષિકા જ છે.

પ્રિન્સિપાલના આ કૃત્યના કારણે પૂણા પાલિકા શાળાની પણ આબરૂના ધજાગરા ઊડ્યાં હતા, જેના કારણે પાલિકા તપાસ સમિતિના નિરીક્ષકે પૂણા પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી. તપાસ સમિતિ દ્વારા પોલીસને આપવામાં આવેલા વીડિયો દ્વારા આંશિક રીતે પ્રિન્સિપાલ સામેના આરોપો સાબિત તો થઈ ગયા છે, હવે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular