Saturday, May 23, 2026
HomeGujaratસુરત: પતિ સૂઈ રહ્યો હતો અને પત્નીનો પ્રેમી મળવા પહોંચ્યો, પ્રેમલીલામાં પ્રેમીએ...

સુરત: પતિ સૂઈ રહ્યો હતો અને પત્નીનો પ્રેમી મળવા પહોંચ્યો, પ્રેમલીલામાં પ્રેમીએ જીવ ગુમાવ્યો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરત: સુરતમાં પતિ પત્ની ઓર વોના કિસ્સામાં એક યુવકની હત્યા કરવામાં આવી છે. પતિ પત્ની ઘરે હતા તે દરમિયાન પતિ સૂઈ જતાં પ્રેમીને મળવાની ઈચ્છા થતાં મેસેજ કરીને ઘરે મળવા ગયો હતો. આ દરમિયાન પતિની આંખ ખૂલી જતાં તેની પત્નીને અન્ય કોઈ યુવક સાથે કઢંગી હાલતમાં પતિ જોઈ જતાં રોષે ભરાયો હતો અને પત્નીના પ્રેમીની તીક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરી નાખી હતી.

માહિતી અનુસાર, સુરતના સરથાણા વિસ્તારમાં મૂળ નેપાળનો વતની દીનેશ ચૌધરી લસકાના ખાતે આવેલા રામદેવ ઈન્ડસ્ટ્રીયઝમાં શીવમ ફેશનના ખાતામાં કામ કરતી પત્ની અનિતા સાથે રહે છે. દિનેશની પત્નીના નજીકના કારખાનામાં નોકરી કરતાં મોહંમદ અફરીદી શેખ સાથે પ્રેમ સંબંધમાં હતી. ગઈ કાલે પતિપત્ની બંને સૂતા હતા તે દરમિયાન મોહંમદ અફરીદી શેખએ પ્રેમિકાને મેસેજ કરીને મળવા માટે જણાવ્યુ હતું. જેથી અનીતા પ્રેમીને મળવા માટે નીચે રૂમમાં ગઈ હતી.

- Advertisement -

બીજી બાજુ પતિની અચાનક આખ ખૂલી જતાં તેની પત્ની આજુબાજુમાં દેખાઈ ન હતી. જેથી કરીને તેને શોધવા માટે નીચેના રૂમમાં ગયો હતો. નીચેનો રૂમ કોલટા જ પતિના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. તેની પત્ની અન્ય કોઈ યુવક સાથે કઢંગી હાલતમાં હતી. આ દ્રશ્ય જોઈને પતિ ઉશ્કેરાઈ ગયો હતો. આથી તેણે ગુસ્સામાં આવીને પત્નીના પ્રેમી મોહંમદ અફરીદી શેખને માથાના ભાગમાં અનેક છરીના ઘા મારી દીધા હતા. જેના કારણે મોહંમદ અફરીદી શેખનું ઘટના સ્થળે જ મોત નિજયું હતું. ઘટનાની જાણ મૃતકના ભાઈને થતાં તે ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને પોલીસને જાણકારી આપી હતી. સમગ્ર મામલે પોલીસ ગુનો દાખલ કરીને દિનેશ ચૌધરીની ધરપકડ કરી છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular