Saturday, May 23, 2026
HomeGujaratવેરાવળ વનવિભાગ RFO સામે નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ, મદદ કરનારા અન્ય 2ની પણ...

વેરાવળ વનવિભાગ RFO સામે નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ, મદદ કરનારા અન્ય 2ની પણ ધરપકડ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. વેરાવળ: ગુજરાત માટે એવું કહેવાય છે કે બીજા રાજ્યોની સરખામણીમાં ગુજરાત મહિલાઓ માટે વધારે સુરક્ષિત છે, પણ શું ખરેખર તેવું છે? ગુજરાતનાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં જેવી રીતે મહિલા સંબંધિત ગુનાઓ નોંધવામાં આવે છે તે જોઈએ તો આ નિવેદનની સત્યતા આપણે જાણી શકીએ છે. તાજેતરમાં જ એક સરકારી અધિકારી દ્વારા મહિલા ઉપર દુષ્કર્મ કર્યું હોવાની ઘટના સામે આવી છે. વેરાવળ પોલીસ સ્ટેશનમાં RFO હરેશ ગલચર વિરુધ્ધ બળજબરી પૂર્વક અનેક વખત બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ કરવામાં આવી છે.

આવી ફરિયાદ નોંધાતા વનવિભાગમાં ખળભળાટ મચી ગયો છે. સુત્રાપાડની એક પરણિત મહિલાએ કરેલી ફરિયાદના આધારે પોલીસે હરેશ ગલચર સહિત ગુનામાં મદદગારી કરનાર દાનીશ પંજા અને રાજ ગલચર પર પણ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. વેરાવળ SOGની ટીમે ફરાર આરોપી હરેશ ગલચરની ફોરેસ્ટના પડતર ક્વાર્ટરમાં છુપાયો હતો ત્યાંથી ધરપકડ કરી છે.

- Advertisement -

ઘટનાની પ્રાથમિક જાણકારી મુજબ સુત્રાપાડાની એક પરણિત મહિલાએ ફરિયાદમાં જણાવ્યુ હતું કે તેણી કોઈ સબંધીની વનવિભાગના કેસ સબંધિત જામીન માટે જ્યારે કચેરી ગઈ હતી, ત્યારે RFO હરેશ ગલચરે નંબર મેળવી તેની સાથે ઓળખાણ કરી હતી. બાદમાં સગાને જામીન પર છોડાવી દેવાની વાત કહી શારીરિક સબંધ બનાવ્યા હતા. આરોપી હરેશ ગલચર દ્વારા તેની સાથે 25 કરતા વધારે વખત બળાત્કાર ગુજારવામાં આવ્યો છે. મહિલાના આક્ષેપ છે કે આરોપી હરેશે તેની પુત્રી અને પતિની હત્યાની ધમકી પણ આપી હતી અને દુષ્કર્મ ગુજારતો રહ્યો હતો. હરેશ ગલચર પર બળાત્કાર ગુજારવાનો આરોપ છે, ત્યારે તેણીને મુકવા લેવા માટે જવા માટે બે આરોપી દાનીશ પંજા અને રાજ ગલચર જતા હતા તેવો આરોપ છે.

પોલીસે બળાત્કારના ગુનામાં મદદગારીના ગુનામાં બંને આરોપી વિરૂધ્ધ પણ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો મુજબ ગીરસોમનાથ SOGની ટીમે આરોપી હરેશ ગલચરને વેરાવળ ફોરેસ્ટના એક પડતર ક્વાર્ટરમાં છુપાયો હતો ત્યાંથી ધરપકડ કરી છે. વેરાવળ પોલીસે પરણિતાની ફરિયાદના આધારે આઈપીસી કલમ 376, 506(2), સહિત ની કલમો મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular