Sunday, April 19, 2026
HomeGujaratબોટાદની ઘટના બાદ મોરબી પોલીસે પકડ્યો દેશી દારૂનો મોટો જથ્થો, લોકોએ રમૂજ...

બોટાદની ઘટના બાદ મોરબી પોલીસે પકડ્યો દેશી દારૂનો મોટો જથ્થો, લોકોએ રમૂજ કરી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. મોરબી: બોટાદમાં થયેલા લઠ્ઠાકાંડ બાદ જાણે અચાનક જ સમગ્ર રાજ્યની અલગ અલગ પોલીસને દેશી દારૂનો જથ્થો મોટા પાયે મળી રહ્યો છે, ત્યારે મોરબી જિલ્લાની હળવદ પોલીસે 800 લીટર દેશી દારૂ પકડીને બુટલેગર આરોપીની ધરપકડ કરી હતી. જેના કારણે મોરબીના લોકો રમૂજ કરી રહ્યા હતા કે, મોરબી જિલ્લામાં દારૂ મળતો નથી તો આ રેલમછેલ થાય એટલો જથ્થો ક્યાંથી પકડાય છે.

મોરબી જિલ્લાના હળવદ પોલીસ પોલીસ સ્ટેશને બાતમીના આધારે દરોડો પડ્યો હતો જેમાં દેશી દારૂનો મોટો જથ્થો પકડીને કાર્યવાહી કરી છે. પોલીસે હળવદના ચુપણી ગામની સીમમાં રેડ કરીને આરોપની પાસેથી 800 લીટર દેશી દારૂ પકડી પાડ્યો હતો. પોલીસે આરોપી ધીરૂ વાજેલીયાની ધરપકડ કરીને આ કેસમાં આગળ કસર્યવાહી શરૂ કરી છે. પોલીસે આરોપીના તાબામાંથી 16000 રૂપિયાનો 800 લીટર દારૂ કબ્જે કર્યો છે.

- Advertisement -

ગુજરાતમાં બોટાદની લઠ્ઠાકંદની ઘટનામાં અત્યાર સુધી સરકારી આંકડા મુજબ 54 કરતાં વધારે લોકોના મૃત્યુ થયા છે, આ ઘટનાને લઈને વિપક્ષ પણ સરકાર અને પોલીસની ભૂમિકાને લઈને આકરા સવાલો કરી રહ્યા છે. ત્યારે મોરબી સહિતના જિલ્લામાં પોલીસ સતત દારૂની રેડ કરી દારૂ પકડી પાડી સરાહનીય કાર્ય કરી રહી છે, પરંતુ લોકોમાં સવાલ છે કે આટલી મોટી માત્રામાં દેશી દારૂ અગાઉ કેમ નહતો પકડાતો કે કેસ કેમ નહોતા દેખાતા જે અચાનક જ દેખાવા લાગ્યા છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular