Sunday, April 19, 2026
HomeGujaratગુજરાતના સૌથી મોટા સાયબર ક્રાઇમ ફ્રોડમાં ફરિયાદી જ આરોપી નીકળ્યો, સટ્ટો રમવામાં...

ગુજરાતના સૌથી મોટા સાયબર ક્રાઇમ ફ્રોડમાં ફરિયાદી જ આરોપી નીકળ્યો, સટ્ટો રમવામાં ગુમાવ્યા કરોડો રૂપિયા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: તાજેતરમાં સાયબર ક્રાઇમ ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટા ફ્રોડની ફરિયાદ અમદાવાદ સાયબર સેલમાં નોંધાઈ હતી. ફરિયાદ મુજબ ગાલા પ્રિન્ટ સીટીના એમડીને સરકારી ટેન્ડર અપાવવાની વાત કરી સાયબર ઠગે 27 કરોડની ઠગાઈ થઈ હોવાનું જણાવ્યુ હતું. જો કે પોલીસ તપાસમાં ગાલા પ્રિન્ટ સીટીનો એમડી વિશાલ ગાલા જ આરોપી નીકળ્યો હતો.

માહિતી અનુસાર, નવનીત પ્રકાશન સાથે સંકળાયેલા ગાલા પ્રિન્ટ સીટીના એમડી વિશાલ ગાલાએ પોલીસને ગોથે ચડાવી ફરિયાદમાં જણાવ્યુ હતું કે, તમિલનાડુમાં સ્ટેશનરી સપલાયનું સરકારી ટેન્ડર અપાવવાની વાત કરીને ટેન્ડર પ્રોસેસ માટેની રકમ રૂ.26.78 કરોડ બેન્ક એકાઉન્ટમાં ભર્યા હતા. આરોપીએ તમિલનાડુ ટેકસબુક કોર્પોરેશનનું ટેન્ડર અપાવવાનું કહ્યું હતું. જોકે 27 કરોડની રકમ ભર્યા બાદ પૈસા ભરાવનાર શખ્સનો ફોન બંધ થઈ ગયો હોવાનું રટણ ગાલા પ્રિન્ટ સીટીના એમડીએ પોલીસ સમક્ષ કર્યું હતું.

- Advertisement -

ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટા સાયબર ક્રાઇમ ફ્રોડમાં પોલીસ તપાસ કરી રહી હતી તેમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. ફરિયાદીએ આપેલી ફરિયાદના આધારે આરોપીના મોબાઈલ નંબરની વિગતો તપાસતા લોકેશન કર્ણાટકાના હોવાનું સામે આવ્યું હતું. જેથી સાયબર ક્રાઇમના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એમ. સરોદે તેમના સ્ટાફ સાથે બેંગ્લોર જઈને તપાસ કરતાં કરનસિંઘ રાવત મળી આવ્યો હતો. જે FONEPAISA કંપનીનો પણ ડાયરેક્ટર હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે કંપનીના બેન્ક એકાઉન્ટની તપાસ કરતાં 27 કરોડ ટ્રાન્સફર થયા હોવાનું સામે આવ્યું હતું. જેથી તેની ધરપકડ કરીને અમદાવાદ લાવવામાં આવ્યો હતો.

બેગ્લોરથી પકડાયેલા કનસિંઘ રાવતની પૂછપરછ કરતાં જણાવ્યુ હતું કે, ફરિયાદ પાસે તેને કોઈ પણ ટેન્ડરની વાત થઈ નથી. પરંતુ ફરિયાદી વિશાલ ગાલાએ પોતાની મરજીથી INDIA4BET.COM પર સટ્ટો રમવા માટે પોતના પર્સનલ અને ગાલા કંપનીના એકાઉન્ટમાંથી FONEPAISAના એકાઉન્ટમાં ડાયરેક્ટ અને બીજા બેન્ક એકાઉન્ટ મારફતે પૈસા ભર્યા છે. પોલીસે ફરિયાદીની અને કનસિંઘ રાવતની બેન્ક ડિટેઇલ્સ તપાસતા સામે આવ્યું હતું કે, ફરિયાદીએ ફરિયાદમાં ખોટી માહિતી જણાવી હતી અને ફરિયાદી પૈસા ગેમ્બલિંગમાં હારજીતમાં ઉપયોગ કર્યા હોવાનું સામે આવ્યું હતું. ઉપરાંત વિશાલ ગાલા INDIA24BET.COM પર લાખો કરોડોનો સટ્ટો રમ્યો હોવાનું બેન્ક ટ્રાન્જેકશન પરથી મળી આવ્યું છે. હાલ પોલીસે ગાલા પ્રિન્ટ સીટીનો એમડી વિશાલ ગાલા વિરુદ્ધ ગુનો નોંધીને ધરપકડ કરી છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular