Friday, June 26, 2026
HomeGujaratઅમદાવાદ સિવિલ મંકીપોક્સ વાયરસ માટે સજ્જ, 8 બેડનો આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં...

અમદાવાદ સિવિલ મંકીપોક્સ વાયરસ માટે સજ્જ, 8 બેડનો આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: વિશ્વમાં હાલ કોરોના બાદ મંકીપોક્સ નામની એક બીમારી માથું ઊંચકી રહી છે. તાજેતરમાં WHO (World Health Organization) દ્વારા આ બીમારીને વૈશ્વિક બીમારી જાહેર કરવામાં આવી છે. ત્યારે છેલ્લા કેટલાક દિવસોમાં ભારતમાં પણ આ બીમારીના કેસ નોંધાયા છે જેને અનુલક્ષીને અમદાવાદ સિવિલ દ્વારા આગોતરી તૈયારીના ભાગ રૂપે મંકીપોક્સ વોર્ડ તૈયાર કરી દેવામાં આવ્યો છે, ભૂતકાળમાં કોરોનાની શરૂઆતમાં જે અગવડ પડી હતી તેને ધ્યાનમાં રાખીને આ તૈયારીઓ કરવામાં આવી છે.

મંકીપોક્સ એ મંકીપોક્સ વાઇરસને કારણે થતો ઝૂનોટિક રોગ છે, જે શીતળાનું કારણ બને છે તે જ વાયરસના પરિવારનો આ વાયરસ છે. આ રોગ પશ્ચિમ અને મધ્ય આફ્રિકા જેવા પ્રદેશોમાં સ્થાનિક છે, પરંતુ તાજેતરમાં, WHO અનુસાર, બિન-સ્થાનિક દેશોમાંથી પણ આ રોગના કેસ નોંધાયા છે. મૂળ સાઉથ આફ્રિકામાં આ રોગ જોવા મળે છે, પરંતુ તાજેતરમાં યુરોપ અને અમેરિકા જેવા દેશમાં પણ આ રોગ જોવા મળ્યો છે અને હાલમાં ભારતમાં પણ આ રોગના કેટલાક કેસ નોંધાયા છે. આ વાયરસ વાંદરામાંથી માણસમાં આવ્યો છે, જે નાક અને મોઢા દ્વારા ફેલાય છે. આ વાયરસના લક્ષણ દેખાય તો 21 દિવસ આઇસોલેટેડ રહેવું જોઈએ.

- Advertisement -

સિવિલ હોસ્પિટલના સુપરિટેનડેન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, “તાજેતરમાં ભારતમાં પણ મંકીપોક્સના કેસ નોંધાયા છે, ત્યારે સિવિલ હોસ્પિટલમાં તમામ સુવિધાથી સજ્જ આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. 8 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. જરૂર પડે તો 18 બેડની વ્યવસ્થા વધારી શકાય તેવી વ્યવસ્થા છે. વાંદરામાંથી માણસમાં અને માણસમાંથી માણસમાં આ રોગ આવે છે. એટલે આપણે તકેદારી રાખીએ કે, મંકીપોક્સ ન થાય. સાથે જ આપણે માસ્ક પહેરવું જોઈએ જે આપણને કોરોનાથી તો બચાવશે જ પણ સાથે આ નવા મંકીપોક્સથી પણ બચાવશે.”



મંકીપોક્સ વાયરસના લક્ષણો:

- Advertisement -

વાયરસથી સંક્રમિત વ્યક્તિને તાવ, તીવ્ર માથાનો દુખાવો, પીઠનો દુખાવો, માયાલ્જીયા (સ્નાયુમાં દુખાવો), તીવ્ર એસ્થેનિયા (ઊર્જાનો અભાવ) લસિકા ગાંઠોનો સોજો અનુભવી શકે છે. આ લક્ષણો પાંચ દિવસ સુધી ટકી શકે છે. સામાન્ય રીતે તાવના દેખાવના એકથી ત્રણ દિવસ પછી ચામડીનો ચામડી ફાટે છે. ચહેરા અને શરીરના હાથપગ પર ફોલ્લીઓ વધુ દેખાય છે. મંકીપોક્સના 95 ટકા કેસોમાં ફોલ્લીઓ ચહેરાને અસર કરે છે જ્યારે 75 ટકા કેસમાં તે હાથની હથેળીઓ અને પગના તળિયાને અસર કરે છે.

સાવચેતીનાં પગલાં

  • મંકીપોક્સ વાયરસના સંક્રમણને રોકવા માટે, વ્યક્તિએ અપૂરતું રાંધેલું માંસ અને અન્ય પ્રાણી ઉત્પાદનો ખાવાનું ટાળવું જોઈએ.
  • ચેપગ્રસ્ત વ્યક્તિ સાથે સીધા સંપર્કમાં આવવાનું ટાળો.
  • વાયરસથી સંક્રમિત લોકો સાથે શારીરિક અંતર જાળવવું જોઈએ.
  • ચેપગ્રસ્ત વ્યક્તિના પલંગ જેવી સામગ્રીનો ઉપયોગ કરશો નહીં જે વાયરસથી દૂષિત થઈ શકે છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular