Friday, June 26, 2026
HomeGujaratBJP મહિલા નેતાની રસ્તા વચ્ચે કાર રોકાવી તીક્ષ્ણ હથિયાર વડે હુમલો

BJP મહિલા નેતાની રસ્તા વચ્ચે કાર રોકાવી તીક્ષ્ણ હથિયાર વડે હુમલો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. મુંબઈ: મુંબઈમાં બીજેપી મહિલા નેતા સુલતાના ખાન પર હુમલો કરવામાં આવ્યો છે. હુમલો રવિવારે રાત્રે 11 વાગ્યાની આસપાસ થયો હતો. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે સુલતાના ખાન પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. જોકે હુમલાખોરો કોણ હતા તે અંગેની માહિતી મળી શકી નથી.

સુલતાના ખાન ભાજપના લઘુમતી મોરચાના પ્રદેશ અધ્યક્ષ છે. રવિવારે રાત્રે તે તેના પતિ સાથે ડોક્ટર પાસે જઈ રહી હતી. તે દરમિયાન બે બાઇકસવારોએ મીરા રોડ પાસે તેની કાર રોકી અને સુલતાના ખાન પર હુમલો કર્યો. આ દરમિયાન તેના પતિએ હુમલાખોરોથી બચવાનો પ્રયત્ન કર્યો, ત્યારબાદ તેની સાથે ગાળાગાળી કરીને માથાકૂટ કરી હતી. હુમલા બાદ તેના પતિએ બૂમાબૂમ કરતાં આસપાસના લોકો એકત્રિત થઈ ગયા હતા. સુલતાના ખાન ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી.

- Advertisement -



બીજી તરફ સુલતાનાના પતિએ આશંકા વ્યક્ત કરી છે કે આ હુમલા પાછળ પાર્ટીના કેટલાક કાર્યકરોનો પણ હાથ હોઈ શકે છે. વાસ્તવમાં, સુલતાનાએ થોડા દિવસો પહેલા પાર્ટીના ઉચ્ચ અધિકારીઓને લેખિતમાં ફરિયાદ કરી હતી. જોકે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. અધિકારીઓએ કહ્યું કે પીડિતા ખૂબ જ ડરી ગઈ છે, તેથી તે હજુ નિવેદન આપવાની સ્થિતિમાં નથી.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular