Friday, June 26, 2026
HomeGeneralઅમદાવાદ: "અમે રાજપૂતના દિકરા છે તને શું બર્થ ડે ઉજવવાની ખબર પડે",...

અમદાવાદ: “અમે રાજપૂતના દિકરા છે તને શું બર્થ ડે ઉજવવાની ખબર પડે”, તલવારથી કેક કાપી નિવૃત પોલીસકર્મીને જાતિ વિષયક શબ્દો કીધા

- Advertisement -

જયંત દાફડા (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): સોશિયલ મીડિયામાં રોફ જમાવવા માટે આજકાલના યુવાનોને કાયદાની કોઈ બીક જ ન રહી હોય તેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં પણ આવો કિસ્સો સામે આવ્યો છે. જન્મ દિવસની ઉજ્જવણી કરવા માટે યુવાનો જાહેર રોડ પર તલવાર અને ચપ્પુઓ લઈને આવી ગયા હતા. જો કે આસપાસમાં રહેતા નિવૃત પોલીસકર્મીએ આવું ન કરવાનું કહેતા જાતિ વિષયક શબ્દો બોલી તલવારથી ગાડીઓનાં કાચ તોડીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી.

માહિતી અનુસાર, અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં નિવૃત ASI જગજીવનભાઈ પરમાર રહે છે. રાત્રે 9 વાગ્યાની આસપાસ તેમણે પરિવાર સાથે ઘરે આવી રહ્યા હતા તે દરમિયાન તેમના ઘરની પાસે આવેલા જાહેર રોડ પર કેટલાક યુવાનો જન્મદિવસની ઉજ્જવણી કરી રહ્યા હતા. યુવાનો હાથમાં તલવાર અને ચપ્પુઓ લઈને કેક કાપી રહ્યા હતા. ઉપરાંત ફટાકડા પણ ફોડી રહ્યા હતા. આ દરમિયાન નિવૃત પોલીસકર્મીએ આ પ્રકારે જન્મદિવસની ઉજ્જવણી કરવાની ના પાડતાં કિશન રાજપૂત સહિત તેના મિત્રોએ નિવૃત પોલીસકર્મીની કારને તલવારના ઘા મારીને કાચ તોડી નાખ્યા હતા.

- Advertisement -



જન્મ દિવસની ઉજ્જવણી કરી રહેલા યુવાને નિવૃત પોલીસકર્મીને “અમે રાજપૂતના દિકરા છે તને શું બર્થ ડે ઉજવવાની ખબર પડે” કહીને ફરિયાદી સાથે મગજમારી કરી રહ્યા હતા ત્યારે કિશન રાજપુતના પિતા પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. પિતાએ દિકરાને સમજાવવાને બદલે તેનું ઉપરાણું લઈને ફરિયાદી જોડે ગાળાગાળી કરીને જાતિ વિષયક શબ્દો બોલવા લાગ્યા હતા. ફરિયાદીએ આવા શબ્દો બોલવાની ના પડતાં તેની સાથે ઝપાઝપી કરવા લાગ્યા હતા. ઉપરાંત યુવાનોએ ફરિયાદીને તલવાર અને ચપ્પુઓ બતાવીને મારી નાખવાની ધમકી આપી હતી. હાલ સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે. પોલીસે કિશન રાજપૂત અને તેના પિતાની ધરપકડ કરી છે. ઉપરાંત 6 લોકો સામે જાતિ વિષયક અપશબ્દો બોલી માર મારવાની ધમકી આપવા મામલે અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.



- Advertisement -

યુવાનોએ જન્મદિવસની ઉજ્જવણી કરતી વખતે તલવાર વડે કેક કાપતા અને જાહેરમાં ચપ્પુ જેવા હથિયાર વડે મોજ મસ્તી કરતાં કેટલાક વિડીયો સોશિયલ મીડિયા પર મૂક્યા હતા. જેમાં લખ્યું હતું કે “ડોનનો બર્થ ડે આવી રીતે જ ઉજવાય છે” યુવાનોને ડોન બનવાના અભરખમાં હવે નાની ઉંમરમાં જેલના સળિયા પકડવાનો વારો આવ્યો છે. જો કે એક પિતા તરીકે દિકરાને સમજાવવા કરતાં તેને સપોર્ટ કરતાં પિતાને પણ જેલમાં જવાનો વારો આવ્યો છે. ઉપરાંત બર્થ ડે ઉજ્જવણીમાં જેટલા યુવાનો ઘટના સ્થળે હાજર હતા તેમને કાયદાનો પાઠ ભણાવવા માટે પોલીસએ તમામની ધરપકડ કરવા માટે કાર્યવાહી હાથ ધરી છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular