નવજીવન ન્યૂઝ. નવી દિલ્હીઃ લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી દરમિયાન અનેક શબ્દોને અસંસદીય જાહેર કર્યા બાદ વિપક્ષે સરકાર પર પ્રહારો તેજ કર્યા છે. આ દરમિયાન લોકસભા સ્પીકર ઓમ બિરલાએ આ અંગે નિવેદન આપ્યું છે. “કોઈ શબ્દો પર પ્રતિબંધ નથી, કાઢવામાં આવેલા શબ્દોનું સંકલન ચાલુ છે,”
લોકસભા સચિવાલયે અસંસદીય શબ્દો 2021ના નામે શબ્દો અને વાક્યોની યાદી તૈયાર કરી છે અને તે તમામ સાંસદોને મોકલી દેવામાં આવી છે. વિપક્ષી સાંસદો તેની ટીકા કરી રહ્યા છે. નવા નિયમો અનુસાર દેશદ્રોહી, મગરના આંસુ, જયચંદ, શકુની, ભ્રષ્ટાચાર જેવા અનેક શબ્દો અને શબ્દસમૂહો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
ટીએમસીના સાંસદ ડેરેક ઓ’બ્રાયને કહ્યું કે હું આ શબ્દોનો ઉપયોગ કરીશ, તમે મને સસ્પેન્ડ કરો. તેમણે ટ્વીટ કરીને લખ્યું, ‘સંસદનું સત્ર થોડા દિવસોમાં શરૂ થવાનું છે. સાંસદો પર પ્રતિબંધ મુકતો આદેશ જારી કરવામાં આવ્યો છે. હવે અમને સંસદમાં ભાષણ કરતી વખતે આ મૂળભૂત શબ્દોનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. શરમજનક, દુરુપયોગ, છેતરપિંડી, ભ્રષ્ટ, દંભી, અસમર્થ. હું આ શબ્દોનો ઉપયોગ કરીશ. મને સસ્પેન્ડ કરો. હું લોકશાહી માટે લડીશ.’
આ સિવાય ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાએ પણ ટ્વીટ કરીને લખ્યું છે કે, ‘તમારો કહેવાનો મતલબ એ છે કે હવે હું લોકસભામાં પણ નહીં કહી શકું કે કેવી રીતે અસમર્થ સરકાર દ્વારા ભારતીયોને દગો આપવામાં આવ્યો છે, જેમને તેમના દંભની શરમ આવવી જોઈએ?’
કોંગ્રેસના નેતા જયરામ રમેશે ટ્વીટ કરીને કહ્યું, ‘મોદી સરકારની વાસ્તવિકતા જણાવવા માટે વિપક્ષ દ્વારા ઉપયોગમાં લેવાતા તમામ શબ્દોને હવે ‘અસંસદીય’ ગણવામાં આવશે. હવે આગળ શું વિશ્વગુરુ?’
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








