Thursday, April 23, 2026
HomeGujaratઅમદાવાદ: મજૂર પરિવાર પર દીવાલ પડતાં 3ના મોત, 2 ઇજાગ્રસ્ત

અમદાવાદ: મજૂર પરિવાર પર દીવાલ પડતાં 3ના મોત, 2 ઇજાગ્રસ્ત

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. તેવામાં અમદાવાદમાં દીવાલ પડવાના કારણે 5 લોકો દટાયા હતા. જે પૈકી ત્રણના મોત થયા છે. જ્યારે 2 ઈજગ્રસ્ત છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. દીવાલ પડી જવાની ઘટના સામે આવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા.

અમદાવાદના ઓગણજમાં દશેશ્વર ફાર્મ પાસે કન્સ્ટ્રકશન સાઈટ પાસે દીવાલ પડતાં દીવાલ પાસે ઝૂપડું બાંધીને રહેતા મજૂર પરિવારના 5 સભ્યો દીવાલ નીચે દટાયા હતા. ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળ પર આવીને રેસક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. દીવાલ પાડવાના કારણે એક જ પરિવારના 3 લોકોના મોત નિપજ્યાં હતા. જ્યારે 2 વ્યક્તિને બહાર કાઢીને સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં લઈ જવાયેલા એકની હાલત અત્યારે ગંભીર હોવાનું સામે આવ્યું છે.

- Advertisement -

અમદાવાદના વૈષ્ણોદેવી વિસ્તારના એસપી રિંગરોડ નજીક દીવાલની નજીક એક મજૂર પરિવાર ઝૂપડું બાંધીને રહેતો હતો. સવારના સમયે વરસાદ પડતો હોવાના કારણે 8 લોકોએ ઝૂપડાનો સહારો લીધો હતો. વરસાદ દરમિયાન દીવાલમાંથી ઈંટો પાડવા લાગી હતી. જેથી ત્રણ લોકો બહાર નીકળવામાં સફળ થયા હતા. જ્યારે 5 લોકો બહાર જવાનો પ્રયત્ન કરી રહ્યા હતા તે દરમિયાન જ દીવાલ ધસી પડી હતી.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular