નવજીવન ન્યૂઝ . વડોદરા: ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસતા નદીનાળાઓની સપાટી ઊંચી આવી ગઈ છે. વડોદરામાં પણ છેલ્લા એક અઠવાડીયાથી વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. વડોદરાને મગરનગરી પણ માનવમાં આવે છે. જ્યારે વરસાદી પાણી ભરાઈ જાય છે ત્યારે જાહેર રસ્તાઓ પર મગરના આંટાફેરા શરૂ થઈ જતાં હોય છે. જેથી કરીને હવે તંત્રએ માણસોની સાથે સાથે મગરોનું પણ રેસ્ક્યુ શરૂ કર્યું છે.
વડોદરામાં વરસાદની સિઝનની શરૂઆત થતાં જ મગરના હરવા ફરવાની પણ સિઝન પણ શરૂ થઈ જાય છે. વડોદરામાં વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. શહેરના માર્ગો પર પાણી ફરી વળતાં હવે આ માર્ગ જાણે માણસો માટે જોખી બની ગયો છે. ત્યારે હવે વડોદરાવાસીઓએ વરસાદી પાણીમાંથી નીકળતા ચેતવાની જરૂર પડી છે કે જે વરસાદી પાણીમાં જઇ રહ્યા છો ત્યાં તમારી રાહ મગર તો નથી જોઈ રહ્યો ને.!
વડોદરાના વાઘોડિયા રોડ પર પૂજા પાર્ક ગાર્ડન પાસે ગઈકાલે મગર આવી જતાં લોકોમાં ભયમાં મુકાયા હતા. મગરની જાણકારી વનવિભાગને આપવામાં આવી હતી. વન વિભાગની ટીમે સાડા ચાર ફૂટ મગરનું રેસ્કયુ કરતાં સ્થાનિકોમાં રાહત થઈ હતી. આ મગર પૂજા પાર્ક સોસાયટી પાસે વરસાદી ગટરમાંથી આવ્યો હતો. પાણીના નિકાલ માટે ગટરનું ઢાકણું ખોલતા જ મગરના દર્શન થઈ જતાં સ્થાનિકોના જીવ અધ્ધર થઈ ગયા હતા. બીજી બાજુ પાદરાના ઠીકરીયામઠ ગામમાં 11 ફૂટ લાંબો મગર આવી જતાં લોકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. પાદરા ફોરેસ્ટ વિભાગ દ્વારા ભારે જહમત બાદ 11 ફૂટના મગરને રેસક્યુ કરવામાં આવ્યો હતો.મગરને સૌથી મોટા પાંજરામાં પુરાવા છતાં તેમાં તે સમાઈ રહ્યો ન હતો અને પૂછડી પીંજરાની બહાર રહી ગઈ હતી. આ મગરને પાદરા ફોરેસ્ટ વિભાગ ખાતે લઈ જવામાં આવ્યો હતો.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








