Friday, May 1, 2026
HomeGeneralવલસાડમાં ઈકો કારની લોન પાસ કરાવવા BOBના મેનેજરે માગી 50 હજારની લાંચ

વલસાડમાં ઈકો કારની લોન પાસ કરાવવા BOBના મેનેજરે માગી 50 હજારની લાંચ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. વલસાડઃ વલસાડમાં ભારે વરસાદનું પાણી ઉતરે કે ન ઉતરે પણ એક બેંક મેનેજરનો ધમંડ ઉતરી ગયો છે. વલસાડમાં લાંચીયા બેંક મેનેજરે લોન પાસ કરાવવા માટે ગ્રાહક પાસેથી લાંચ માગી હતી. સામાન્ય રીતે બેંક મેનેજરનો પગાર ઉચ્ચો હોય છે. તેમ છતાં 20 હજારના ચક્કરમાં નોકરી પર જોખમ ઉભું કરી દીધુ. જો પ્રામાણિકતાથી નોકરી કરી હોત તો આજે આ દિવસ જોવાનો વારો ન આવ્યો હોત. ACBની પકડમાં બેંક મેનેજર આવી જતા બ્રાન્ચના અન્ય કર્મીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.

માહિતી અનુસાર, ફરિયાદીએ ધંધા રોજગાર માટે ઇકો કાર ખરીદવા માટે બાજપાઇ બેંકેબલ યોજનામાંથી લોન મેળવવા માટે અરજી કરી હતી. જે અરજી બેંક ઓફ બરોડા મોટા વાધછીપા શાખામાં ટ્રાન્સફર થઈ હતી. ફરિયાદી લોન પાસ કરાવવા માટે બ્રાન્ચના મેનેજર પ્રસન્નજીતકુમાર શ્રીરામનંદન રજકને રૂબરૂ મળતાં લોન પાસ કરાવવા માટે પહેલા ૫૦,૦૦૦ની માંગણી કરી હતી. વાતચીતના અંતે છેલ્લે ૨૦,૦૦૦ની લાંચ આપવાનું નક્કી થયું હતું.

- Advertisement -

લાંચની રકમ ફરિયાદી આપવા માગતા ન હોવાથી ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી. ફરિયાદીની ફરિયાદના આધારે આજે ટ્રેપીંગ અધિકારી કે.આર.સકસેના પોલીસ ઇન્સપેકટર દ્વારા લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ફરિયાદી પાસેથી બેંક મેનેજરે રૂબરૂમાં આવીને લાંચની રકમ તેની સાથે રહેલા અન્ય વ્યક્તિને આપવા જણાવ્યું હતું. બેંક મેનેજરના કહેવા મુજબ ફરિયાદીએ ભરતભાઇ ચંદુભાઇ પટેલ (ખાનગી વ્યકિત)

પાસે જઈને લાંચની રકમ આપતા સ્વીકારી લેવા ACBએ ઝડપી પાડ્યા હતા. ACBએ બેંક મેનેજર અને ખાનગી વ્યક્તિ એકબીજાની મદદગારી કરીથી લાંચ લેતા પકડી પાડી ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular