Thursday, June 25, 2026
HomeGujaratજે ફિલ્મના આધારે ટ્વીટ કરવામાં આવી હતી તેને 38 વર્ષથી લોકો જોઈ...

જે ફિલ્મના આધારે ટ્વીટ કરવામાં આવી હતી તેને 38 વર્ષથી લોકો જોઈ રહ્યા છે, કોર્ટમાં મોહમ્મદ ઝુબેરે કહ્યું

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હીઃ ફેક્ટ-ચેકર મોહમ્મદ ઝુબેરની જામીન અરજી પર આજે પટિયાલા હાઉસ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. વૃંદા ગ્રોવર ઝુબેર વતી કોર્ટમાં કેસ લડી રહી છે. તેમણે કોર્ટમાં કહ્યું કે હું ફેક્ટ ચેકર છું, હું પત્રકાર છું. મારું કામ ફેક ન્યૂઝની હકીકત તપાસવાનું છે. કેટલાક લોકોને મારું કામ ખરાબ લાગી શકે છે. મેં 2018 માં ટ્વિટ કર્યું છે, તમે આ ટ્વીટ જુઓ તે એક ફિલ્મના સીન વિશે છે. આ ટ્વીટ 1983માં બનેલી હૃષીકેશ મુખર્જીની ફિલ્મ પરથી લેવામાં આવી છે. આ ફિલ્મ આજે પણ જોઈ શકાય છે, તેમાં કોઈ રોક નથી. એ ફિલ્મ જોવા પર કોઈ પ્રતિબંધ નથી પણ મને જેલમાં ધકેલી દેવામાં આવ્યો. આ તસવીરને ઘણી વખત ટ્વીટ કરવામાં આવી છે. આ તસવીર ઈન્ડિયન એક્સપ્રેસમાં પણ એકવાર આવી છે. ઘણા લોકોએ તેમના ટ્વિટર હેન્ડલથી એક જ તસવીરને ઘણી વખત ટ્વિટ કરી છે.

તેમણે કોર્ટમાં વધુમાં દલીલ કરી હતી કે આ ફિલ્મ 1983 થી 2022 સુધી 38 વર્ષ સુધી જોવામાં આવી હતી. પરંતુ કોઈ રમખાણો થયા ન હતા. 2018 માં ટ્વિટ કર્યું હતું પરંતુ ચાર વર્ષમાં કોઈ હુલ્લડ નથી થયું, જે અજાણ્યા હેન્ડલ પરથી ફરિયાદ કરવામાં આવી છે, 19 જૂન 2022ના રોજ આ હેન્ડલ પરથી ટ્વિટ કરવામાં આવ્યું હતું અને તેના થોડા કલાકો પછી દિલ્હી પોલીસે કેસ નોંધ્યો હતો અને આ અજાણ્યા હેન્ડલનું આ પહેલું ટ્વિટ હતું અને તેના માત્ર એક જ ફોલોઅર્સ હતો. સરકાર પાસે ટ્વિટર પર ફરિયાદ કરીને ઝુબેરની ટ્વીટ હટાવવાની સત્તા છે, પરંતુ આજ સુધી તે ટ્વીટ પબ્લિક ડોમેનમાં છે. આનાથી તોફાનો ભડકી શકે છે, તો શા માટે સરકારે ટ્વિટર પર ફરિયાદ કરીને આ ટ્વીટ હટાવી ન લીધી? મને અન્ય કોઈ કેસમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો છે અને આ નવા કેસમાં ધરપકડ કરવામાં આવી છે.

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular