Saturday, May 2, 2026
HomeGujaratવરસાદ તેનું કામ કરી ગયો પછી કોર્પોરેશનને બેઠક કરવાનું યાદ આવ્યું, આરોગ્ય...

વરસાદ તેનું કામ કરી ગયો પછી કોર્પોરેશનને બેઠક કરવાનું યાદ આવ્યું, આરોગ્ય મંત્રી પણ બેઠક હાજર રહ્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં ગઇકાલથી સતત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે અમદાવાદમાં જન-જીવન ખોરવાયું છે. આ એક દિવસના વરસાદમાં અમદવાદની જે પરિસ્થિતી થઈ તેના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓએ ઉપર લોકો સીધા સવાલો કરી રહ્યા છે. લોકો તેવું માની રહ્યા છે કે કોર્પોરેશન પોતાની ફરજથી ચૂકી ગયું છે અને કેટલાક અંશે કોર્પોરેશન પણ આ વાત માની રહ્યું છે, જેના કારણે આજે તાત્કાલિક AMCના કમિશનર લોચન શહેરા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ સહિત ઘણા અધિકારીઓએ અમદવાદની સમસ્યાના ઉકેલ માટે એક બેઠક કરી હતી. આ બેઠકમાં ગુજરાતનાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ હાજરી આપી હતી.

હવામાન વિભાગ દ્વારા હજુ આવતા 2 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે સ્વાભાવિક રીતે અમદાવાદ કોર્પોરેશન માટે આ વરસાદ ચિંતાનો વિષય છે. ચોમાસાની શરૂઆત પહેલા જે કામગીરી થઈ જવી જોઈતી હતી તે હવે વરસતા વરસાદ વચ્ચે કેવી રીતે થશે તે જોવું રહ્યું. લોકો કહી રહ્યા છે કે સામાન્ય કરતાં વધારે વરસાદ આવ્યો છે તે આપણે માનીએ છે પણ જે જગ્યાએ કામ થઈ શકતું હતું તે કરવામાં પણ કોર્પોરેશન નિષ્ફળ રહી છે.

- Advertisement -

આજે અમદાવાદના જોધપુરમાં આવેલી અમદવાદ કોર્પોરેશનની સબઝોનલ ઓફિસમાં એક બેઠક યોજવામાં આવી હતી. જેમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, અમદાવાદ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ અને AMC કમિશનર લોચન શહેરા સહિતના અહિકરીઓએ અમદાવાદની પરિસ્થિતિની સમિક્ષા કરી હતી, જોકે આ સમિક્ષા કરવામાં કદાચ થોડું મોડુ થઈ ગયું છે કારણ કે ગઇકાલે એક રાતમાં અમદાવાદે અત્યાર સુધીની વરસાદના કારણે થયેલી સૌથી ખરાબ પરિસ્થિતી જોઈ લીધી છે. હવે વરસતા વરસાદે કોર્પોરેશન શું કામગીરી કરશે તે જાણવાની લોકોમાં જિજ્ઞાશા છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular