નવજીવન ન્યૂઝ. મહેસાણા:પ્રેમને પામવા લોકો ગમે તે હદ વટાવી દે છે. આવાઓ જ એક કિસ્સો મહેસાણામાં સામે આવ્યો છે. પ્રેમિકાએ જેલમાં બંધ પ્રેમીને મધરાત્રે જેલના સળિયા માંથી મુક્ત કરાવ્યો છે. રાત્રિના સમયે પોલીસ સ્ટેશનમાં હજાર સ્ટાફ આરામના મૂડમાં આવી જતાં મોકાનો ફાઈદો લઈને ડ્રોવરમાંથી ચાવી કાઢીને લોકઅપનો દરવાજો ખોલી નાખ્યો હતો. જો કે અવાજ થતાં પોલીસની આંખ ખૂલી ગઈ હતી. આ દરમિયાન જેલમાં બંધ પ્રેમી પોલીસને ચકમો આપીને ભગવામાં સફળ રહ્યો હતો.
માહિતી અનુસાર, કડીના નંદાસણના નવાપૂરામાં રહેતો અલ્પેશ રાવળ થોડા સમય અગાઉ તેના વિસ્તારમાં રહેતી સગીરાને ભગાડી ગયો હતો. સમગ્ર મામલે સગીરાના પરિવારજાનોએ નંદાસણ પોલીસ સ્ટેશનમાં અલ્પેશ સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાતા પોલીસે યુવકની શોધખોળ ઘરું કરી હતી. તે દરમિયાન અલેપ્શ વકીલ મારફતે અલેપ્શ અને સગીરા બંને પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયા હતા.
પોલીસે અલ્પેશની અટકાયત કરીને લોકઅપમાં રાખ્યો હતો. જ્યારે સગીરાને લોકઅપની બહાર જીઆરડી મહિલા પાસે રાખવામાં આવી હતી. આ દરમિયાન મધરાત્રે પોલીસ સ્ટેશનમાં હજાર સ્ટાફને નીંદર આવી જતાં મોકાના ફાઈદો ઉઠાવીને લોકઅપના સળિયા પાછળ રહેલા અલ્પેશે સગીરાને ડ્રોવરમાંથી ચાવી કાઢીને લોકઅપનો દરવાજો ખોલવા માટે કહ્યું હતું. સગીરા પ્રેમીની વાત માનીને ડ્રોવરમાંથી ચાવી કાઢીને લોકઅપનો દરવાજો ખોલી દીધો. દરવાજો ખોલ્યા બાદ બંને પોલીસ સ્ટેશનમાંથી ભગવાનો પ્રયત્ન કરવા જતાં અવાજ થતાં સૂઈ રહેલી પોલીસની આંખ ખૂલી ગઈ હતી. સગીરાને ભાગતા જોઈ બૂમાબૂમ થતાં પોલીસકર્મીએ સગીરાને ઝડપી પાડી હતી, જ્યારે અલ્પેશ પોલીસ સ્ટેશનમાંથી ભગવામાં સફળ થયો હતો. પોલીસ સ્ટેશનમાંથી ભગવાના પ્રયાસ બદલ પ્રેમી-પ્રેમિકા વિરુદ્ધ વધુ એક પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












