નવજીવન ન્યૂઝ. કુલ્લુ: હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. આ અકસ્માતમાં 12 લોકોના મોત થયા છે. જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આસપાસના લોકોની મદદથી રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. આ આકસ્માતમાં મૃત્યુઆંક વધી શકવાની આશંકા છે.
મળતી માહિતી મુજબ, કુલ્લુ જિલ્લાના શૈનશરમાં એક ખાનગી બસને અકસ્માત નડ્યો હતો. બસ જંગલા ગામથી લગભગ 200 મીટર દૂર રોડની નીચે ખાડામાં પડી હતી. આ અકસ્માતમાં 12 લોકોના મોત થયા હતા. મૃતકોમાં એક વિદ્યાર્થીનો પણ સમાવેશ થાય છે. ઉપરાંત ત્રણ લોકો ઘાયલ પણ થયા છે. ઈજાગ્રસ્તોમાં બસના ડ્રાઈવર અને ઓપરેટર ઉપરાંત એક મુસાફરનો સમાવેશ થાય છે.
મૃતદેહો બસની અંદર ફસાયેલા છે. તેમને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ અકસ્માત સોમવારે સવારે 8.45 વાગ્યે થયો હતો. બસ શનશરથી ઓટ જઈ રહી હતી. બસમાં કુલ 15 લોકો સવાર હતા. ડેપ્યુટી કમિશનર કુલ્લુ આશુતોષ ગર્ગે જણાવ્યું કે બસ દુર્ઘટનામાં 12 લોકોના મોત થયા છે. ત્રણ લોકો ઘાયલ છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ બચાવ કામગીરી ચાલી રહી છે.
Himachal Pradesh | 10 dead after a private bus rolled off a cliff in Jangla area of Sainj valley on Neoli-Shansher road of Kullu district. Injured being shifted to Local hospitals, teams from Kullu moved to spot: DC Kullu Ashutosh Garg pic.twitter.com/iJ06mN1SEF
— ANI (@ANI) July 4, 2022








