નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ અમદાવાદમાં ગઈકાલ મોડી રાત્રે ફાયરીંગની ઘટના સામે આવી છે. નિકોલ વિસ્તારમાં એક વ્યક્તિએ દારૂના નશામાં અજાણ્યા વ્યક્તિ સામે બંદુક તાકી દીધી હતી અને ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતુ. જો કે ફાયરિંગ કરનારની પુત્રી સમયસર આવી જતા અજાણ્યા માણસને ગાળી વાગતા બચી ગઈ હતી. પોલીસ તપાસમાં ફાયરિંગ કરનાર વ્યક્તિ દારૂના નશામાં હોવાનું સામે આવ્યુ હતુ. પોલીસે ફાયરિંગ કરનારની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
અમદાવાદના નિકોલ વિસ્તારમાં ફાયરિંગનો બનાવ બનતા સ્થાનિકોમાં ભયનો માહોલ છવાય ગયો હતો. ફાયરિંગનો બનાવ બનતા સ્થાનિક પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસ તપાસ કરતા સામે આવ્યું હતુ કે, ચરણજીત સરના નામના યુવકે હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. નિકોલમાં યશ પ્લેટીનામાં રહેતા ચિરાગ નામનો વ્યક્તિ પાળતુ કુતરા સાથે રાત્રે 10 વાગ્યાની આસપાસ જાહેર રોડ પર નીકળ્યા હતો.
ચિરાગ તેના કુતરા સાથે રસ્તા પર જઈ રહ્યો હતો તે દરમિયાન નેન્સી મેગા માર્ટની દુકાન પાસે એક સરદારજી હાથમાં રિવોલ્વર લઈને બેઠો હતો. તેણે અચાનક જ ચિરાગ સામે રિવોલ્વર તાંકી દીધી હતી. આ દ્રશ્ય જોઈને સરદારજીની દીરકીએ પપ્પા બુમ પાડીને હાથ ઉપર કરી લેતા ત્રણ રાઉન્ડ ફાયરિંગ હવામાં થયું હતું. આ ઘટના બાદ ચિરાગ ગભરાઈ જતા તાત્કાલીક ત્યાંથી નાસી ગયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. પોલીસે આરોપી સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી હતી.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












