નવજીવન ન્યૂઝ.ભાવનગરઃ ગુજરાત સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા અમદાવાદ, ભાવનગર, વડોદરા, સુરત સહિત સમગ્ર રાજ્યમાં મોટી સંખ્યામાં વેપારીઓ પર જીએસટીનું મેગા સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. આ ઓપરેશનમાં 40થી વધુ વેપારીઓના 50થી વધુ સ્થળો પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે. જીએસટી વિભાગના આ મેગા સર્ચ દરમિયાન કરોડોના કાવાદાવાઓ હાથમાં આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે હાલમાં જ ભાવનગરની રૂષિય ગ્લોબલ, જે આર ઈસ્પાટ પ્રા.લિ, સિદ્ધાર્થ બ્રોન્ઝ પ્રોડક્ટ્સ પ્રા.લિ., સાનિયા ટ્રેડર્સ, ઈમ્પેક્સ પ્રા.લિ., ગુજરાત ઓઈલ એન્ડ કેમિકલ, એ એમ ઈસ્પાત લિ. હેમા ટ્રેડર્સ, યસરા ઈમ્પેક્સ દ્વારા બોગસ બિલિંગ કરી મોટી રકમના ગોટાળા કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું. હાલ આ તમામ કેસમાં તપાસ ચાલુ છે. આજે સ્ટેટ જીએસટી દ્વારા જામનગર, ભાવનગર, અમદાવાદ, રાજકોટ, મહેસાણા, પાટણ, સુરત, વાપી, વડોદરા, જુનાગઢ, ગાંધીધામ, રાજકોટમાં વિવિધ વેપારીઓને ત્યાં દરોડાની કાર્યવાહી કરી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.









