પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): 2002ના રમખાણોને મામલે ઝાકિયા જાફરીએ સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજી ફગાવી દીધા બાદ સુપ્રીમ કોર્ટે આપેલા નિર્દેશોના પગલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તીસ્તા સેતલવાડ, આર.બી.શ્રીકુમાર અને સંજીવ ભટ્ટ સામે ગુનો નોંધ્યો છે. જેમાં તીસ્તા અને શ્રીકુમારની ધરપકડ થઈ ચૂકી છે. સૂત્રોની જાણકારી પ્રમાણે SITને મળેલા દસ્તાવેજી પુરાવાને આધારે SITને વધુ પુરાવા એકત્રિત કરવા તીસ્તા સેતલવાડના મુંબઈ સ્થિત નિવાસ સ્થાને સર્ચ કરવાની જરૂરિયાત ઊભી થઈ છે. જોકે SIT તમામ કામમાં બારીક કાનૂની કાર્યવાહીની કાળજી લઈ રહી છે. તીસ્તા સેતલવાડના ઘરે સર્ચ કરવા માટે સંબંધિત કોર્ટ સામે CRPC 96 અનુસાર સર્ચ વોરંટ માગવામાં આવશે અને વોરંટ મળ્યા પછી સર્ચ કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત 25 જૂને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ વતી અમદાવાદ ATS દ્વારા મુંબઈના સાંતાક્રુઝ વિસ્તારમાં આવેલા તીસ્તા સેતલવાડના નિવાસ સ્થાનેથી તેમની ધરપકડ કરવામાં આવી હતી અને બીજા દિવસે તેમને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ લાવવામાં આવ્યા હતા. તેમની સાથે ગુજરાતનાં પૂર્વ ડીજી આર.બી.શ્રીકુમારની પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને બંનેને અમદાવાદમા મેટ્રોપોલિટન કોર્ટમાં હાજર કરવાં આવ્યા હતા અને ત્યાં બંનેના 2 જુલાઇ સુધીના રિમાન્ડ પોલીસને મળ્યા હતા.
આ કેસની તપાસ કરવા માટે એક ખાસ SITની રચના કરવામાં આવી છે. આ SIT ATSના DIG દીપેન ભદ્રનની અધ્યક્ષતામાં તપાસ કરશે. DCP ક્રાઈમ ચૈતન્ય માંડલીકનો પણ SITમાં સમાવેશ કરાયો છે. ASP બી.સી.સોલંકીનો પણ SIT માં સમાવેશ કરાયો છે. હવે વધુ જાણકારી મેળવવા માટે આ SIT તીસ્તાના મુંબઈ સ્થિત ઘરનું સર્ચ કરવા માગે છે, આગામી સમયમાં તેના માટે વોરન્ટની માગ કોર્ટ સમક્ષ કરવામાં આવશે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











