નવજીવન ન્યૂઝ. મણિપુર: મણિપુરમાં અવિરત વરસાદ વચ્ચે 29 અને 30 જૂનની વચ્ચેની રાત્રે નોની જિલ્લામાં ભારે ભૂસ્ખલન થયું હતું. જિરીબામથી ઇમ્ફાલ સુધીના નિર્માણાધીન રેલ્વે લાઇનને બચાવવા માટે રાજ્યના નોની જિલ્લામાં તુપુલ રેલ્વે સ્ટેશન નજીક તૈનાત ભારતીય સેનાની 107 ટેરિટોરિયલ આર્મી કંપનીના સ્થળે ભૂસ્ખલન થયું હતું. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આ દુર્ઘટનામાં 7 સૈનિકોના મોત થયા છે, અને 23 સૈનિકો લાપતા છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. આ TAની કંપની મણિપુરના નોની જિલ્લાના તુપુલ રેલ્વે સ્ટેશન પર તૈનાત હતી, જે ઈમ્ફાલ જીરીબામની નિર્માણાધીન રેલ્વે લાઈનનું રક્ષણ કરતી હતી.
ભારતીય સેના અને આસામ રાઈફલ્સની ટીમ દ્વારા પુરી ઉર્જા સાથે બચાવ કાર્ય ચાલી રહ્યું છે. સ્થળ પર ઉપલબ્ધ એન્જિનીયર્ડ પ્લાન્ટ સાધનો બચાવ કામગીરી માટે તૈનાત કરવામાં આવ્યા છે. ગુરુવારે સવારે 5.30 વાગ્યા સુધી ભૂસ્ખલનના કારણે ફસાયેલા 13 લોકોને બચાવી લેવાયા હતા. ઘાયલોને નોની આર્મી મેડિકલ યુનિટમાં સારવાર આપવામાં આવી રહી છે.
Noney, Manipur | Massive landslide triggered by incessant rains caused damage to Tupul station building of ongoing Jiribam – Imphal new line project. Landslide also stuck the track formation, camps of construction workers. Rescue operations in progress: NF Railway CPRO pic.twitter.com/5fzxzQcCki
— ANI (@ANI) June 30, 2022
ભૂસ્ખલનને કારણે ઉજાઈ નદીના વહેણને અસર થઈ છે. ભૂસ્ખલન અને ખરાબ હવામાનને કારણે બચાવ કામગીરીમાં અડચણ આવી રહી છે. જો કે ગુમ થયેલા લોકોને બચાવવાના પ્રયાસો ચાલુ છે. આર્મી હેલિકોપ્ટર સ્ટેન્ડબાય પર છે હવામાન સાફ થવાની રાહ જોઈ રહ્યું છે. જ્યારે હવામાન સારું રહેશે ત્યારે તેમને પણ ઓપરેશનમાં સામેલ કરવામાં આવશે.
જિલ્લા વહીવટીતંત્ર શોધ, બચાવ અને રાહત કામગીરી માટે રાષ્ટ્રીય અને રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન એજન્સીઓના સંપર્કમાં છે. રહેવાસીઓને અવિરત વરસાદ માટે સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યું છે, જે પરિસ્થિતિને વધુ વણસી શકે છે. મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે આપાતકાલીન બેઠક યોજી હતી. સીએમએ ટ્વીટ કર્યું હતું કે આજે તુપુલમાં ભૂસ્ખલનની સ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે તાત્કાલિક બેઠક બોલાવવામાં આવી હતી. શોધ અને બચાવ કામગીરી પહેલાથી જ ચાલી રહી છે. મદદ માટે એમ્બ્યુલન્સ સાથે ડોકટરોને સ્થળ પર મોકલવામાં આવ્યા છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











