નવજીવન ન્યૂઝ. મુંબઈ: નવી સરકારની રચનાને લઈને મહારાષ્ટ્રમાંથી મોટા રાજકીય સમાચાર આવી રહ્યા છે. દેવેન્દ્ર ફડણવીસે અહીં પત્રકારોને સંબોધતા કહ્યું કે મહારાષ્ટ્રના આગામી સીએમ એકનાથ શિંદે હશે. ઘણા લોકો લગભગ માની રહ્યા હતા કે દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના નવા મુખ્ય પ્રધાન હશે, પરંતુ ફડણવીસે બહાર આવીને સ્પષ્ટ કર્યું કે એકનાથ શિંદે મહારાષ્ટ્રના નવા મુખ્ય પ્રધાન હશે. મહારાષ્ટ્રમાં નવી સરકારની રચનાને લઈને દેવેન્દ્ર ફડણવીસ આજે મુંબઈમાં પત્રકારોને સંબોધિત કરી રહ્યા હતા. દેવેન્દ્ર ફડણવીસની આ પત્રકાર પરિષદમાં શિવસેનાના બળવાખોર ધારાસભ્ય એકનાથ શિંદે પણ હાજર હતા.
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ફડણવીસે ઉદ્ધવ ઠાકરે પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે અમને 2019માં 105 બેઠકો મળી હતી, તે ચૂંટણી પહેલા અમે શિવસેના સાથે ગઠબંધન કર્યું હતું. સરકાર બનાવવા માટે શિવસેનાએ તેની વિરોધી વિચારધારા ધરાવતા પક્ષો સાથે મળીને કામ કર્યું. એનસીપી અને કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને સરકાર બનાવી અને અમને છોડી દીધા.
"Eknath Shinde to be the Maharashtra Chief Minister, oath ceremony to be held at 7.30pm today," BJP leader Devendra Fadnavis announces in a joint press conference with Shinde pic.twitter.com/PiXv1I5nkU
— ANI (@ANI) June 30, 2022
ફડણવીસે કહ્યું કે એનસીપી અને કોંગ્રેસ સાથે મળીને શિવસેનાએ જનતા દ્વારા સરકારને મળેલી બહુમતનું અપમાન કર્યું છે. તેમણે કહ્યું કે મહા વિકાસ આઘાડી સરકાર એક મોટી ભ્રષ્ટ સરકાર હતી. છેલ્લા અઢી વર્ષમાં આ સરકારના બે મંત્રીઓ જેલમાં ગયા છે. તેમણે કહ્યું કે આ ગઠબંધનમાં આવા ઘણા નેતાઓ હતા, જે દાઉદ સાથે સંબંધિત હતા. મહાઅઘાડી સરકારમાં હિન્દુત્વનું રોજેરોજ અપમાન થતું હતું.
એકનાથ શિંદેએ પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું કે હું બાલાસાહેબના હિન્દુત્વને આગળ લઈ જઈશ. મારી સાથે શિવસેનાના ધારાસભ્યો છે. છેલ્લા અઢી વર્ષમાં જે કંઈ થયું તે તમે જોયું છે. હવે આગામી અઢી વર્ષમાં રાજ્યનો વિકાસ બતાવીશું. કોઈપણ મંત્રી પદ માટે અમારા મનમાં કોઈ સ્વાર્થ નહોતો. અમે જે પણ કરી રહ્યા છીએ તે રાજ્યના હિત માટે કરી રહ્યા છીએ. મહાઅઘાડી સાથે રહીને અમે કંઈ કરી શક્યા નહીં. એટલા માટે અમારે આ સરકારથી અલગ થવું પડ્યું.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











