Friday, June 26, 2026
HomeGujaratસુરતઃ PIની જબ્બર વાતઃ PSI સામે ફરિયાદ કરવા આવેલા અરજદારોને કહ્યું, 'PSIનું...

સુરતઃ PIની જબ્બર વાતઃ PSI સામે ફરિયાદ કરવા આવેલા અરજદારોને કહ્યું, ‘PSIનું કાંઈ થવાનું નથી, તમારા મામા સામે ફરિયાદ કરી દો’

- Advertisement -




નિક્સન ભટ્ટ (નવજીવન ન્યૂઝ.સુરત): સુરત શહેર પોલીસ કેવી રીતે તપાસ કરી રહી છે તેનો એક નમૂનો સપાટી પર આવ્યો છે. એક પોલીસ સબ ઇન્સ્પેક્ટરે એક અરજીની તપાસમાં સામેવાળાના નિવેદનો લેવાના બદલે સીધા જ અટકાયતી પગલા લીધા હતા. બે યુવાન ભાઈઓ સામે 151 મુજબ કાર્યવાહી કરી નાખી ત્યાં સુધી આ પીએસઆઈએ અરજી વાંચવા પણ આપી ન હતી. આખરે આ પીએસઆઈ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની અરજી પોલીસ કમિશનરને કરતા તપાસનો આરંભ થયો છે.

પીપલોદની અક્ષત રેસિડેન્સીમાં રહેતા અને જમીન મકાનના વ્યવસાય સાથે સંકળાયેલા કેતન ઉર્ફે પ્રકાશ રણજિતભાઈ પટેલે પોલીસ કમિશનરને કરેલી અરજીમાં જણાવ્યું હતું કે તેમના ભાઈ, માતા અને બે માસી સામે તેમના મામા પ્રવીણ રતનજીભાઈ પટેલે ઉમરા પોલીસ મથકમાં અરજી કરી હતી. જેમાં વડિલોપાર્જિત જગ્યાના કોર્ટ કમિશન વખતે કેતન અને તેના ભાઈએ ઝઘડો કર્યો હોવાનો ઉલ્લેખ હતો.



વૃદ્ધ નાગરિકોને ભોગવવી પડી હાલાકી

- Advertisement -

આ અરજીની તપાસ પીપલોદ પોલીસચોકીમાં ફરજ બજાવતા પોસઈ પી.જે. પટેલને સોંપવામાં આવી હતી. તેમણે જણાવ્યા પ્રમાણે અરજીના કામે કેતન સહિત તમામને પીએસઆઈએ બોલાવ્યા, જેમાં કેતન પટેલના માતા અને માસીની વય આશરે 65થી 75 વર્ષ વચ્ચેની છે. જે તમામને પોલીસ ચોકી પર બોલાવ્યા બાદ કોઈનાં નિવેદન લીધા નહીં. તે દિવસે અરજદાર પ્રવીણ પટેલ હાજર ન હોવાથી તમામને ધક્કો ખવડાવી ઘરે મોકલી આપ્યા હતા. બીજા દિવસે તમામને પાછા બોલાવ્યા હતા. તે વખતે પ્રવીણ પટેલ હાજર હોવાથી તેનું નિવેદન લઈ લીધું. સવારે 11 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી આ સિનિયર સિટીઝન સહિત તમામને પોલીસ ચોકી પર બેસાડી રાખ્યા. બીજા દિવસે પણ સિનિયર સિટીઝનને માત્ર સાંભળ્યા હતા. નિવેદનો લીધા ન હતા.

પછી બન્યું એવું કે પીએસઆઈ પી.જે. પટેલનો ફોન કેતન પટેલ પર આવ્યો, બન્ને ભાઈને પીપલોદ પોલીસ ચોકી પર બોલાવ્યા. જ્યાં બન્ને સામે અટકાયતી પગલાં 151 મુજબ લેવાની વાત કરી બન્નેને કોવિડનો રિપોર્ટ કરાવવા એકલા જ હોસ્પિટલ મોકલ્યા હતા. ત્યાર બાદ પીપલોદ ચોકી પરથી ઉમરા પોલીસ સ્ટેશન પર પણ બન્ને ભાઈઓ પોતાની ખાનગી કારમાં જ પહોંચ્યા હતા. એક તરફ પીએસઆઈ પટેલ રોફ જમાવી રહ્યા હતા ત્યારે બીજી બાજુ આ બન્ને ભાઈઓ અમારો વાંક શું, ગુનો શું, શા માટે અમારી સામે અટકાયતી પગલાં ભરો છો? એવી કાકલૂદી કરતાં રહ્યા પણ પટેલે કોઇ વાત સાંભળ્યા વગર 151ની કલમ મુજબ કામગીરી કરી.


151 ખોટી કરી હોવાનું આ રહ્યું કારણ

- Advertisement -

અરજદારના જણાવ્યા પ્રમાણે અરજીમાં જે કોર્ટ કમિશનની વાતનો ઉલ્લેખ છે તે ઘટના વખતે 100 નંબર પર ફોન કરી પોલીસ બોલાવવામાં આવી હતી. પોલીસની હાજરીમાં જ શાંતિથી કોર્ટ કમિશનની કામગીરી પૂર્ણ થઈ હતી. જેથી પોલીસ ત્યાંથી પરત જતી રહી હતી. જો તે વખતે સુલેહ શાંતિનો ભંગ થતો પોલીસનો જોવા મળ્યો હોત તો પોલીસ ત્યારે જ બન્ને પાર્ટીને પોલીસ સ્ટેશન પર લઈ ગઈ હોત અને 151 મુજબ કામગીરી કરી હોત પણ એવું હતું નહીં ત્યાં કોઈ ઝઘડો કે માથાકૂટ હતા જ નહીં. જેથી પોલીસ કોર્ટ કમિશનની કામગીરી પછી પરત ફરી હતી. એ જ કિસ્સાને ધ્યાને લઈ કોર્ટ કમિશનના 22 દિવસ પછી પીએસઆઈ પી.જે. પટેલે 151 મુજબ કામગીરી કરી હતી. જેમાં અરજી વાંચવા પણ ન દીધી અને નિવેદનો પણ ન લીધા ‘ને સીધી જ 151 મુજબ કામગીરી કરી નાખી હતી. જેથી આ કામગીરી કાયદાની વિરુદ્ધમાં જઈ ખોટી રીતે કરવામાં આવી હોવાનો ઉલ્લેખ કેતન પટેલે પોલીસ કમિશનરને કરેલી અરજીમાં કરવામાં આવ્યો છે.



પોલીસ ઇન્સ્પેક્ટરે પ્રેમથી આપી દીધી ધમકીઃ પીએસઆઈનું કાંઇ થવાનું નથી

અરજદારે માહિતી આપતા કહ્યું કે, આ તપાસ ઉમરા પોલીસ મથકના સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર ચૌધરી કરી રહ્યા છે. જેમણે અરજદાર કેતન પટેલને બોલાવીને પ્રેમથી ધમકી આપી દીધી હતી કે પોલીસ સબ ઇન્સ્પેક્ટરનું કાંઇ જ થવાનું નથી. તમારે તમારા મામા સામે 151 કરવી હોય તો અલગથી અરજી આપી દો અમે તમારા મામા સામે 151 કરવા તૈયાર છીએ પણ પોલીસ સબ ઇન્સ્પેક્ટર સામે કોઇ કાર્યવાહી થશે નહીં.


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular