નવજીવન ન્યૂઝ. રાજકોટ: રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી સગીર વયના લોકો અપરાધના રસ્તે જતાં હોય તેવા કિસ્સા સામે આવી રહ્યા છે. થોડા દિવસ અગાઉ જ રાજકોટમાં નકલી નોટના કિસ્સામાં પોલીસ દ્વારા 2 કોલેજના વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે હવે રાજકોટમાં મોજ શોખ માટે લોખંડ ચોરી કરતાં વિદ્યાર્થીઓનો કિસ્સો સામે આવ્યો છે. પોલીસ દ્વારા હાલ તેમની ધરપકડ કરવામાં આવી કરી અને આગળની તપાસા શરૂ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર યુનિવર્સિટી પોલીસ દ્વારા ભંગાર ચોરીના કેસમાં રાજકોટની પ્રતિષ્ઠિત અંગ્રેજી માધ્યમની શાળાના ત્રણ સગીર વયના વિદ્યાર્થીઓને પકડી લીધા છે. પકડાયેલા આ ત્રણેય વિદ્યાર્થીઓ મિત્રો છે અને તેઓને કાલાવડ રોડ પર આવેલા મોંઘેરા રિસોર્ટમાં બર્થ ડે પાર્ટી મનાવવી હતી, જેના માટે પૈસા ભેગા કરવા તેમણે ભંગાર ચોરીના રવાડે ચઢ્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. એક વાર ચોરીમાં સફળ થયા બાદ ફરી ચોરી કરવા જતા હતા તે સમયે પોલીસની ઝપટે ચડી ગયા હતા અને પોલીસે તેમની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
થોડા સમય અગાઉ રૈયા રોડ પર આવેલા તુલસી સુપરમાર્કેટ સામે એક બાંધકામની સાઇટ પરથી સામાન ચોરી થયાની ઘટના સામે આવી હતી, જે અંગે પોલીસે અલગ અલગ CCTV ફૂટેજના આધારે તપાસ કરતા આખરે ચોરી કરનારા આરોપીઓને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. આ ચોરી કોઈ રીઢા ગુનેગારે નહીં, પરંતુ શાળામાં અભ્યાસ કરતા સગીર વયના ત્રણ વિદ્યાર્થીઓએ કરી હોવાનું સામે આવ્યું છે.
પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે આ ત્રણેય મિત્રો પૈકી એકનો આગામી સમયમાં બર્થ ડે હોવાને કારણે તેમણે મોંઘા રિસોર્ટમાં બર્થ ડે પાર્ટી કરવા માગતા હતા, જેના માટે તેમણે આ ચોરી કરી હતી. અગાઉ પણ તેમણે 100 કિલો લોખંડની ચોરી કરી હતી અને આ વખતે ફરીથી 150 કિલો લોખંડની ચોરી કરી હતી.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











