નવજીવન ન્યૂઝ. મુંબઈ: મુંબઈમાં એક ચાર માળની ઈમારત ધરાશાયી થઈ ગઈ છે. આ ઘટના કુર્લાના નેહરુ નગર નાઈક નગર સોસાયટીમાં રાત્રે લગભગ 11.30 વાગ્યે બની હતી. કહેવામાં આવી રહ્યું છે કે બિલ્ડિંગમાં લગભગ 21 લોકો હતા. BMC ડિઝાસ્ટર ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં લગભગ 10 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. જેમાંથી 8 લોકોને રાજાવાડી હોસ્પિટલમાં અને એકને સાયન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. તમામ ખતરાની બહાર હોવાનું કહેવાય છે.
ફાયર વિભાગની સાથે એનડીઆરએફની ટીમ પણ બચાવ કાર્યમાં લાગેલી છે. હજી પણ અનેક લોકો દટાયા હોવાની આશંકા છે. રાત્રે ઈમારત ધરાશાયી થયાની માહિતી મળતાં મંત્રી આદિત્ય ઠાકરે ઘટનાસ્થળે પહોંચ્યા અને બચાવ કાર્યની સમીક્ષા કરી. આદિત્ય ઠાકરેએ જણાવ્યું કે બિલ્ડિંગને નોટિસ આપવામાં આવી હતી, તેમ છતાં તેમાં કેટલાક લોકો રહેતા હતા. મુંબઈના નાઈક નગરમાં ધરાશાયી થયેલી ચાર માળની ઈમારતમાં બચાવ કામગીરી ચાલુ છે. NDRFના ડેપ્યુટી કમાન્ડન્ટ આશિષ કુમારનું કહેવું છે કે હજુ પણ કેટલા લોકો ફસાયેલા છે તેની કોઈ પુષ્ટિ નથી. સોમવાર રાતથી બચાવ કામગીરી ચાલી રહી છે, જેમાં અત્યાર સુધીમાં આઠ લોકોને જીવતા બહાર કાઢવામાં આવ્યા છે અને એકનું મોત થયું છે.
#WATCH Four-storey building collapse in Kurla, Mumbai | 1 more rescued alive. Rescue operation on. No confirmation on how many people still trapped: Ashish Kumar, NDRF Deputy Commandant
Total 8 people rescued so far, as per BMC pic.twitter.com/5X1WIPHTiT
— ANI (@ANI) June 28, 2022
બીએમસીના છેલ્લી રાત્રિના ડેટા મુજબ કાટમાળ નીચે હજુ પણ 20-25 લોકો હોઈ શકે છે. સ્થાનિક કોર્પોરેટર પ્રવિણા મોરાજકરે જણાવ્યું હતું કે જે વસાહતમાં આ ઘટના બની હતી તે ચાર જર્જરિત ઇમારતો હતી, રહેવાસીઓને પાંચથી છ વર્ષ પહેલાં ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી હતી તેમ છતાં રહેવાસીઓ રહેવાનું ચાલુ રાખ્યું હતું. ધરશાયી થયેલી ઇમારત સિવાય બાકીની ત્રણ ઇમારતોના ભાડૂતોને મંગળવારે સવારે BMC દ્વારા ખસેડવામાં આવશે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











