નવજીવન ન્યૂઝ.નવી દિલ્હીઃ ગુજરાતના રમખાણો પર સુપ્રીમ કોર્ટે કરેલા નિર્ણયને લઈને ગૃહમંત્રી અમિત શાહે શનિવારે એક ન્યૂઝ એજન્સી એએનઆઈના એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે આ મામલામાં લાંબી લડાઈ પછી સત્ય સોનાની જેમ બહાર આવ્યું છે. તેમણે કહ્યું કે મામલામાં ખોટા આરોપોથી 19 વર્ષો સુધી મોદીજીને દુઃખ સહન કરતાં જોયા છે. ગૃહમંત્રીએ કહ્યું કે, 18-19 વર્ષની લડાઈ, દેશના આટલા મોટા નેતા એક શબ્દ બોલ્યા વગર તમામ દુખોને ભગવાન શંકરના વિષપાનની જેમ ગળામાં ઉતારીને સહન કરતા અને લડતા રહ્યા. મેં મોદીજીને નજીકથી આ દુખથી દુખી જોયા છે. કારણ કે ન્યાયિક પ્રક્રિયા ચાલી રહી હતી. બુધુ જ સત્ય હોવા છત્તાં પણ અમે કશું નનહીં બોલીએ.. બહુ મજબૂત મનના માણસ જ આવું સ્ટેન્ડ લઈ શકે છે.
રમખાણોમાં ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર લાગેલા આરોપોને રાજનીતિથી પ્રેરિત ગણાવતા અમિત શાહે કહ્યું કે, “સુપ્રીમ કોર્ટે તમામ આરોપોને ફગાવી દીધા છે. તમે કહી શકો કે આ ચુકાદાથી સાબિત થયું છે કે તમામ આરોપો રાજકીય રીતે પ્રેરિત હતા.”
અમિત શાહે વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું કે, “જે લોકોએ મોદીજી પર આરોપો લગાવ્યા હતા, જો તેમનામાં વિવેક હોય તો તેમણે મોદીજી અને ભાજપના નેતાની માફી માંગવી જોઈએ. ભાજપનો વિરોધ કરતા અમુક રાજકીય પક્ષો, રાજકારણમાં પ્રવેશેલા કેટલાક પત્રકારો અને કેટલાક NGO એ આ આરોપોનો એટલો બધો પ્રચાર કર્યો હતો. તેમની ઇકોસિસ્ટમ એટલી મજબૂત હતી કે ધીમે ધીમે બધા અસત્યને જ સત્ય માનવા પણ લાગ્યા હતા.” તેમણે કહ્યું હતું કે “મોદીજીની પણ પૂછપરછ કરવામાં આવી હતી પરંતુ તે પછી કોઈએ ધરણાં કર્યા ન હતા અને અમે કાયદાને સહકાર આપ્યો હતો અને મારી ધરપકડ પણ કરવામાં આવી હતી પરંતુ કોઈ ધરણા પ્રદર્શન થયું ન હતું.”
SITની તપાસ અંગે તેમણે કહ્યું કે, “સેનાનું હેડક્વાર્ટર દિલ્હીમાં છે, જ્યારે આટલા શીખ ભાઈઓ માર્યા ગયા, ત્યારે 3 દિવસ સુધી કંઈ થયું નહીં. કેટલી SITની રચના થઈ? અમારી સરકાર આવ્યા પછી SITની રચના થઈ. આ લોકો અમારા પર આરોપ લગાવી રહ્યા છે. ?”
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











