Sunday, June 14, 2026
HomeGeneralરાજકોટ SP કચેરી આગળ પિતા-પુત્રએ કર્યો આત્મવિલોપનનો પ્રયાસ, લગાવ્યા પોલીસ ઉપર ગંભીર...

રાજકોટ SP કચેરી આગળ પિતા-પુત્રએ કર્યો આત્મવિલોપનનો પ્રયાસ, લગાવ્યા પોલીસ ઉપર ગંભીર આરોપો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટ: રાજકોટમાં જિલ્લા પોલીસ વડાની કચેરીની બહાર એક પિતા અને પુત્રએ પોતાના શરીર ઉપર પેટ્રોલ છાંટીને આત્મવિલોપન કરવાનો પ્રયત્ન કર્યો હતો, આ ઉપરાંત દવા પીને આત્મહત્યા કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો. જોકે પિતા-પુત્ર દિવાસળી ચાંપે તે પહેલા જ ત્યાં હજાર પોલીસકર્મીએ આવીને તેમનો બચાવ કર્યો હતો અને ત્યાર બાદ પિતા-પુત્રની અટકાયત કરવામાં આવી હતી. પિતા-પુત્રએ લોધીકા પોલીસ માર મારતી હોવાનો આરોપ મુકતા ખળભળાટ મચી ગયો છે.



મળતી માહિતી મુજબ મેટાડાના પિતા-પુત્રએ આજે રાજકોટ SP કચેરી આગળ આવીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. તેમણે લોધીકાના બૂટલેગરો તેમજ સ્થાનીક પોલીસે પુત્રને માર માર્યો હોવાનો ગંભીર આરોપ લગાવતા ચકચાર મચી ગઈ છે. ન્યાય માટે પિતા-પુત્રએ SP કચેરી બહાર જ શરીર પર પેટ્રોલ છાંટી, દવા પીને આત્મવિલોપનની કોશીષ કરી હતી, પરંતુ હાજર પોલીસકર્મીઓ દ્વાર તેમને પકડી અટકાયત કરી લેવાયા હતા. જિલ્લા પોલીસ વડા દ્વારા સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈ પિતા-પુત્રના આક્ષેપોની ઝીણવટ ભરી તપાસનો આદેશ આપ્યો છે.


આત્મવિલોપનનો પ્રયાસ કરનાર હસમુખભાઈ દાફડાએ આક્ષેપ કર્યો હતો કે, “તેઓ મેટોડા GIDCમાં ભાડાના મકાનમાં રહે છે. તેમના પુત્રને લોધીકા પોલીસ એક કેસમાં માર માર્યો હતો અને એક વાગ્યે પોલીસ સ્ટેશનમાંથી જવા દેવાયો હતો. પરંતુ સવારે ગુંડાઓ અને બૂટલેગરો આવ્યા જેમણે પુત્રને માર માર્યો. આ ઘટનાની ફરિયાદ કરવા તેઓ SP કચેરી ખાતે ગયા હતા તેમણે લોધીકા પોલીસ પાસે જવા જણાવ્યું હતું, પરંતુ પોલીસના ડરને કારણે તેમણે ફરિયાદ નહીં કરવાનું નિવેદન આપી દીધું હતું. બાદમાં હસમુખભાઈના પુત્રએ દવા પીધી હતી પરંતુ પોલીસે તે મામલે આજદીન સુધી કંઈ કર્યુ નથી.”


- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular