Thursday, September 24, 2026
HomeGeneralઅમદાવાદ: ડોકટર્સની હડતાળ સરકારને શરમાવે તેવી હોય, ભગવાન માનતા દર્દીઓને પીડા આપે...

અમદાવાદ: ડોકટર્સની હડતાળ સરકારને શરમાવે તેવી હોય, ભગવાન માનતા દર્દીઓને પીડા આપે તેવી નહીં

- Advertisement -

તુષાર બસિયા (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): અમદાવાદ ખાતે બી. જે. મેડિકલ કોલેજના જુનિયર ડોકટર એસોસિએશન દ્વારા છેલ્લા 9 દીવસથી આંદોલન કરવામાં આવી રહ્યું છે. ડોકટર્સની હડતાળના કારણે ખુબ મોટી સંખ્યામાં દર્દીઓના ઓપરેશન અટકી પડેલા છે. હજારો દર્દીઓના અને દર્દીના પરિવારના જીવ તાળવે ચોંટી ગયા છે, ત્યારે મોટો સવાલ એ છે કે શું ડોકટર્સ માણસ નથી? તો ચોક્કસ પણે ડોકટર્સ પણ માણસ છે અને તેમને પણ તેમના હકનું મળવું જોઈએ, પરંતુ તેના માટે આંદોલનકારી ડોકટર્સએ પણ માણસાઈ બતાવી માણસ સાબિત થવું પડશે.



અમદાવાદ બી. જે. મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલના જુનિયર ડોકટોરોની માંગણી છે કે, તેમણે કોવિડાના 17 મહિના સેવા આપી છે. માટે 36 મહિનાની રેસિડન્સીના 17 મહિનાની સેવા મહામારી આપી તે બદલ તેમના એક વર્ષના બોન્ડને સિનિયર રેસિડેન્સીમાં ગણી લેવામાં આવે. ડોકટર્સની ‘માગણી યોગ્ય કે અયોગ્ય તેના મેરીટ તપાસતા પહેલા તેમણે પોતે જ તેમની માગણી કરવાની પદ્ધતિના મેરીટ ચેક કરવા જોઈએ.’ કારણ કે, લોકો ડોકટરને ભગવાન ગણતા હોય છે અને ભગવાન તો ખુબ દયાળું હોય છે.

ભગવાન શું આવા હશે જે પોતાના સંતાનોને મૃત્યુ શૈયા પર પડેલો જૂએ. હા સમજી શકાય કે ડોકટર્સની ભાષા સરકાર સમજતી નથી, પોતાના વચનો પર કાયમ નથી રહેતી, પરંતુ તેનો મતલબ એ નથી કે આપણે પણ સરકારની જેમ નિષ્ઠૂર બની આપણે માનવતા માટે લીધેલી શપથને નેવે મુકી દઈએ.



દેશની આઝાદી સમયે લડત લડતા ગાંધીએ આપણને સાબિતી સાથે અહિંસા, ધૈર્ય અને ગરીબ, વંચીત તબક્કાના લોકોને ધ્યાને રાખી લડાઈ લડતા શિખવી છે. ત્યારે આપણે પણ સરકારી હોસ્પિટલમાં ડોકટર ભગવાન છે તેમ માની આવતા દર્દીઓને ઉગારવા મહેનત કરવી પડશે. આપણો મુદ્દો નાનકડો છે આપણા મુદ્દા કરતા કોઈ માતાના દિકરાનો, કોઈ પત્નીના પતિનો કે કોઈ બાળકોના બાપનો જીવ મોટો હશે. માટે આપણે આંદોલન કરી હકની માગણી એ રીતે કરવી જોઈએ કે, સરકારને પણ શરમ આવી જાય, પ્રજા પણ સરકાર પાસેથી ડોકટરના હકક માટે રસ્તે ઉતરી પડે અને સરકાર સામે ચાલીને હાથે-પગે લાગી હક આપી જાય.


- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular