Thursday, June 4, 2026
HomeBusinessબિટકોઇનના હોવા જોઈતા ભાવ કારતા વધુ સસ્તો: ભાવ કરતા મૂલ્યાંકન વધુ મહત્વનું

બિટકોઇનના હોવા જોઈતા ભાવ કારતા વધુ સસ્તો: ભાવ કરતા મૂલ્યાંકન વધુ મહત્વનું

- Advertisement -

પરંપરાગત અનામત સોનું જો તેજીમંદીના ચક્રવાતના ભ્રમરમાં આવે તો ક્રિપટોકરન્સી કેમ નહીં?
બિટકોઇન પ્રાઇસ/નેટવર્ક રેશિયો (એનવીટી) કહે છે કે કોઇનનું વાસ્તવિક મૂલ્ય વર્તમાન ભાવ કરતાં ખૂબ વધુ છે

ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): છેલ્લા કેટલાંક સમયથી ક્રિપટોકરન્સી, ખાસ કરીને બિટકોઇનમાં મંદીની સાયકલ વેગથી ફરવા લાગી છે. ખાસ કરીને ગુજરાતી/મારવાડી રોકાણકારો હવે પૂછી રહ્યા છે, ક્રિપટોકરન્સી લાંબાગાળાનુ વિશ્વસનીય અને સતત સલામત સંગ્રહ મૂલ્ય (સ્ટોર ઓફ વેલ્યૂ) આપી શકશે? ક્રિપટોકરન્સી આઠથી ઇતિ સુધીના લેખક અને આરએસ એડવાઇઝરિસના ડિરેકટર રીતુ શાહ કહે છે કે અલબત્ત, પરંપરાગત અનમત ગણાતું સોનું જો તેજીમંદીના ચક્રવાતના ભ્રમરમાં આવી શકે તો, આજે બિટકોઇનનો ભાવ ૨૦,૦૦૦ ડોલર ઘટીને થયો તે પણ એક કુદરતી પ્રક્રિયા જ છે, ચઢે તે પડે. પણ ભાવ જે રીતે ઘટી રહ્યા છે, તેને લીધે અસંખ્ય અફવાઓ અને કીવદંતી બજારમાં ફરવા લાગી છે.



તેઓ કહે છે કે ભાવ આપણને સૂચવે છે કે વધઘટનો આધાર હજુ પણ અફવાઓ પર સવારી કરી રહ્યા છે. આખરે તો બિટકોઇનને પોતાને જ ભાવ સાયકલથી સાબિત કરવાનું છે કે આ એક જોખમી અસ્ક્યામત તો છે જ, પણ તે શેરબજાર અથવા અન્ય એસેટ્સ ક્લાસ રોકાણની માફક, સ્ટોર ઓફ વેલ્યૂ (સંગ્રહ મૂલ્ય) સાથે જ સ્પર્ધાત્મક અને સમૃધ્ધ વળતર પણ આપે છે. અથવા કહી શકાય કે તે આજે નહીં તો કાલે બોટમઆઉટ થશે, અને તે મહત્વનું અને ટકાઉ રોકાણ સાબિત થવાનું છે.

- Advertisement -

ગુરુ અને શુક્રવાર દરમિયાન બિટકોઇનનો ભાવ ૨૨,૯૪૨ ડોલરથી ૧૦.૩૪ ટકા ઘટીને ૨૦૨૪૧ ડોલર થયો હતો. આ ઘટાડાને પગલે બિટકોઇનનું માર્કેટ કેપ ઘટીને ૩૮૮.૭ અબજ ડોલર રહી ગયું છે. અથવા કૂલ ક્રિપટોકરન્સી માર્કેટ કેપિટલાઈઝેશનના ૪૪.૩૧ ટકા રહી ગયું છે. બિટકોઇનનું સૌથી વધુ માર્કેટ કેપ ૧૨૭૫.૫ અબજ ડોલરની ઐતિહાસિક સપાટીએ હતુ. બિટકોઇનના ઐતિહાસિક ભાવ ૧૦ નવેમ્બરે ૬૮,૯૯૦.૬૩ ડોલર નોંધાયા હતા, તેનાથી વર્તમાન ભાવ ૭૦.૬૬ ટકા નીચા છે.

પાછલા ૮ દિવસમાં બિટકોઇનના ભાવ ૩૩ ટકા જેટલા ઘટી ગયા છે. છેલ્લા ૨૪ કલાકમાં બિટકોઇનનું વોલ્યુમ ૩.૮ અબજ ડોલર થયું હતું, જે કૂલ ક્રિપટોવોલ્યુમના ૪૧.૦૬ ટકા હતું. ઇથેરીયમના ભાવ એક જ દિવસમાં ૧૪.૯૧ ટકા ઘટીને ૧૦૫૩.૩૦ ડોલર મુકાયા હતા. ઇથેરીયમનું માર્કેટ કેપ ક્રિપટોબજારના કૂલ માર્કેટ કેપના ૧૪.૭૩ ટકા અથવા ૧૨૯.૮૦ અબજ ડોલર રહી ગયું છે.
ઓન ચેઈનના ત્રણ ધોરણોને આધાર બનાવીને ગણતરી કરી તો તે સૂચવે છે કે બિટકોઇન હવે અંડરવેલ્યુડ બન્યો છે. ફઈડિલિટીના ગ્લોબલ મેક્રો ડિરેક્ટરે તાજેતરમાં એવો દાવો કર્યો હતો કે “શક્ય છે કે બિટકોઇનના હોવા જોઈતા ભાવ કારતા વધુ સસ્તો થઈ ગયો છે.” સામાન્ય રીતે કોઈ એસેટ્સના ભાવ કરતાં તેનું મૂલ્યાંકન વધુ મહત્વની હોય છે. આખરે આવા ક્રિપટો કોઈન કયા સુધી આવી મૂર્છિત અવસ્થામાં રહેશે, તેણે જાગવું તો પડશે જ.



આરએસ એડવાઇઝરિસના ડિરેકટર રીતુ શાહ કહે છે કે જો ઓન ચેઈન ડેટા મેટ્રીક્સનો અભ્યાસ કરી તો સમજાય છે કે અમેરિકન ડોલરના ભાવ સામે બિટકોઇન પ્રાઇસ/નેટવર્ક રેશિયો (એનવીટી)નો ચાર્ટ કહે છે કે કોઇનનું વાસ્તવિક મૂલ્ય, વર્તમાન ભાવ કરતાં ખૂબ વધુ છે. પ્રાઇસ/નેટવર્ક રેશિયોની ગણતરી, બિટકોઇનના ભાવથી ઓન ચેઈન પર દાખવવામાં આવતા કૂલ વોલ્યુમનો ભાગાકાર કરવાથી મળે છે. અત્યારે બિટકોઇનનો એનવીટી રેશિયો ૨૦૧૩ અને ૨૦૧૭ના ગાળામાં જે તેજી જોવાઇ તેના સ્તરે પહોંચી ગયો છે, ભાવનું આ સ્તર ૨૦૨૦ના અંતિમ તબક્કામાં જોવાયું હતું.

બિટકોઇનના આજના ભાવ ૨૦૨૪૧ ડોલરથી એનવીટી રેશિયો તે ૫૭.૩૫૨ પોઈન્ટ છે. ૧૦ નવેમ્બર ૨૦૨૧ના ૬૮,૯૯૦.૬૩ ડોલર ઓલ ટાઈમ હાઇ ભાવએ રેશિયો ૮૫.૭૭૪ હતો. આ રેશિય જો વધુ પડતો ઊંચે જાય તો તેનો અર્થ થાય કે ભાવ ઓવરવેલ્યુડ છે. આથી વિપરીત સ્થતિમાં અંડરવેલ્યુડ ભાવ હોય છે.

- Advertisement -

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular