નવજીવન ન્યૂઝ. ભચાઉ: ગુજરાતમાં અને ભારતમાં હાલ ઠેર ઠેર ધાર્મિક રમખાણોના અહેવાલો મળી રહ્યા છે, ત્યારે ગુજરાતનાં ભચાઉનો એક કિસ્સો સામે આવ્યો છે જે બે ધર્મો વચ્ચેના કથિત તફાવતને ખોટો સાબિત કરે છે. ભચાઉમાં આવેલી નર્મદા કેનાલમાં ડૂબી રહેલા એક મુસ્લિમ સમાજના યુવકને બચાવવા માટે એક હિન્દુ સમાજનો યુવક કૂદી પડ્યો હતો, પરંતુ બંને વ્યક્તિઓએ છેવટે જીવ ગુમાવ્યો હતો. બંને વ્યક્તિઓએ પોતાનો જીવ ગુમાવ્યો પરંતુ સમાજમાં બે ધર્મ વચ્ચે ભાઈચારાનું આ ઉત્તમ ઉદાહરણ છે.
પ્રાથમિક જાણકારી મુજબ ભચાઉ નજીક આવેલી નર્મદા કેનાલમાં અકરમ અબડા નામનો એક મુસ્લિમ યુવક ડૂબી રહ્યો હતો, તે જ સમયે જીતેન્દ્રસિંહ જાડેજા નામનો એક યુવક ત્યથી પસાર થઈ રહ્યો હતો અને તેણે આ યુવકને ડૂબતાં જોયો અને એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર ડૂબી રહેલા યુવકને બચવવા કેનાલમાં કૂદી પડ્યો હતો, પરંતુ દુર્ભાગ્યે બંને યુવકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

ભચાઉના SRP કેમ્પની નજીક આવેલી નર્મદા કેનાલમાં એક અકરમ યુસુફભાઈ અબડા નામનો યુવક માતાની નજર સામે પાણીમાં ડૂબી રહ્યો હતો, આ યુવાનને બચાવવા માટે ચોપડવા ગામના 24 વર્ષીય યુવાન જિતેન્દ્રસિંહ જાડેજાએ કેનાલમાં કૂદકો માર્યો હતો, પરંતુ આ ઘટનામાં બંનેના જીવ ગયા હતા. આ ઘટના બાદ મુસ્લિમ યુવાન અકરમનો મૃતદેહ મળ્યો હતો. જ્યારે જિતેન્દ્રસિંહ જાડેજાનો મૃતદેહ જે જગ્યાએ બનાવ બન્યો હતો એનાથી 10 કિલોમીટર દૂર એનઆરઈ કોક કંપની પાછળ નર્મદા કેનાલમાંથી 20 કલાક બાદ મળી આવ્યો હતો.
જીતેન્દ્રસિંહના ભાઈએ મીડિયાને જણાવ્યુ હતું કે, “જ્યારે કેનાલમાં એક વ્યક્તિને ડૂબતો જોયો તરત જ જીતેન્દ્રસિંહે પીટીએનું બાઇક ઊભું રાખી દીધું હતું. બાઈકમાં સાથે મિત્ર કરમશી રબારી પણ હતો બંનેએ ડૂબતાં વ્યક્તિને બચવાનો નિર્ણય કર્યો. જીતેન્દ્રસિંહ પોતે તરવૈયો હતો તેથી તેણે થયું કે તે ડૂબતાં વ્યક્તિને બચાવી લેશે પણ કેનાલમાં પાણીનું પ્રેશર વધારે હોવાને કારણે તેવું બન્યું નહીં અને બંને વ્યક્તિએ કેનાલમાં પોતાનો જીવ ગુમાવ્યો.” જ્યારે મુસ્લિમ સમાજના અગ્રણીઓએ જણાવ્યુ હતું કે, “ જિતેન્દ્રસિંહ જાડેજાએ મુસ્લિમ યુવાનને બચાવવા શહીદી વહોરી એક ક્ષત્રિય ધર્મને છાજે એવું કાર્ય કર્યું છે. આ વાત મુસ્લિમ સમાજ ક્યારેય ભૂલશે નહીં.”
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











