Sunday, November 8, 2026
HomeGeneralBREAKING : દોઢ વર્ષમાં 10 લાખ નોકરીઓ મળશે, PM મોદીએ તમામ વિભાગો...

BREAKING : દોઢ વર્ષમાં 10 લાખ નોકરીઓ મળશે, PM મોદીએ તમામ વિભાગો અને મંત્રાલયોને ભરતી માટે આપ્યા નિર્દેશ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: સરકારી નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર સામે આવ્યા છે. આગામી 1.5 વર્ષમાં સરકાર વિવિધ વિભાગોમાં 10 લાખ જગ્યાઓ પર ભરતી કરશે. આ ભરતી કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો અને મંત્રાલયો હેઠળ હાથ ધરવામાં આવશે. સરકારના આ પગલાથી દેશના કરોડો યુવાનોને રોજગારી મળવાની આશા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ વિભાગો અને મંત્રાલયોમાં કર્મચારીઓની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ આ નોકરીઓ આપવાનો આદેશ આપ્યો છે.



વડાપ્રધાન કાર્યાલય દ્વારા એક ટ્વીટ કરવામાં આવ્યું છે. PMO દ્વારા કરવામાં આવેલા ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે PM નરેન્દ્ર મોદીએ તમામ વિભાગો અને મંત્રાલયોમાં માનવ સંસાધનની સ્થિતિની સમીક્ષા કરી અને નિર્દેશ આપ્યો કે સરકાર આગામી દોઢ વર્ષમાં મિશન મોડમાં કામ કરવામાં આવે અને 10 લાખ લોકોની ભરતી કરવામાં આવે.


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular