નવજીવન ન્યૂઝ.રાજકોટઃ રાજકોટના શાપર ખાતે આવેલી ઢોલરાની જય સોમનાથ નર્સિંગ કોલેજમાં ભણતી મેંદરડાના અણીયારા ગામની યુવતીએ હોસ્ટેલના રૂમમાં જ ફાંસો ખાઈ લઈ જીવન ટુંકાવી લીધું હતું. બનાવની જાણ થતાં પોલીસ સ્થળ પર દોડી આવી હતી. પોલીસે મૃતક યુવતીના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતીઓ અનુસાર, મેંદરડાના અણીયારી ગામની 20 વર્ષીય સ્વાતી સુરેશભાઈ પાઘડાર નામની યુવતી શાપર પાસેની ઢોલરાની જય સોમનાથ નર્સિંગ કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. તેને એક બહેન અને એક ભાઈ પણ છે. કોલેજમાં તે નર્સિંગનો અભ્યાસ કરતી હતી. દરમિયાન તેને નિયમ મુજબ દર રવિવારે ચાર વાગ્યે પરિવાર સાથે અડધો કલાક વાત કરવાની જ પરનવાનગી મળતી હતી.
આ નિયમ અનુસાર ગતરોજ રવિવારે તેણે સાંજે માતાપિતા, સહિતના અન્ય પરિવારજનો સાથે પણ વાત કરી હતી. જે પછી 4.30 બાદ તે કોલેજના હોસ્ટેલ રૂમમાં પાછી જતી રહી હતી જ્યાં તે જે રૂમમાં રહેતી હતી તે રૂમ જ્યારે ક્લાસમેટે ખોલ્યો ત્યારે તે લટકતી હાલતમાં જોવા મળી હતી. કોલેજના સ્ટાફે આ મામલે પોલીસને જાણ કરતાં પોલીસ તુરંત સ્થળ પર દોડી આવી હતી. પોલીસે તેના જીવન ટુંકાવી લેવાના કારણ પાછળ તપાસ હાથ ધરતા તેના મોબાઈલ અને વિવિધ અન્ય વિગતો પર તપાસ હાથ ધરી છે. પોલીસે પરિવારની પુછપરછ કરી પરંતુ તેમાં તેમનું કહેવું છે કે સ્વાતીએ થોડા સમય પહેલા જ ફોન પર વાત કરી હતી પરંતુ તેની વાત પર એવી કોઈ બાબતે શંકા થઈ ન હતી કે તે આવું કોઈ પગલું ભરવા જઈ રહી છે.
આ તરફ રાજકોના અણીયાર ગામના એક 22 વર્ષિય ભારતીબહેને પણ અંતિમ પગલું ભરી લેતા તેમનું મૃત્યુ થયું છે તેઓને કસુવાવડ થયા પછી તેમનું મન બેચેન રહેતું હતું. જે પછી તેમણે ઘરે એકલતાનો લાભ લઈ જીવન ટુંકાવ્યું હતું.
[આત્મહત્યા ક્યારેય કોઈ બાબતનું સમાધાન નથી. દરેક સ્થિતિ એક ગરમ દુધના ઉભરા સમાન હોય છે જે ચોક્કસ સમયે પાછી મૂળ સ્થિતિમાં આવે છે. જો તમારે મદદની જરૂર છે અથવા આપ એવા કોઈ વ્યક્તિને ઓળખો છો કે જેમને આવા કોઈ સંજોગોના કારણે મદદની જરૂર છે, તો તેવા સમયે નજીકના માનસિક સ્વાસ્થ્ય કેન્દ્ર પર જાઓ અથવા હેલ્પલાઈન નંબર- AASRA: 91-22-275-46-669 (24 કલાક ઉપલબ્ધ), Icall- 91-915-298-7821 (સોમવારથી શનિવાર સુધી સવારે 8થી રાત્રે 10 વાગ્યા સુધી ઉપલબ્ધ), NGO- 1800-209-4353 (બપોરે 12 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી ઉપલબ્ધ છે. તેમને ફોન કરી મદદ માગી શકો છો.]
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











