નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વિજયી પરિણામ મળે તેવી ઈચ્છા સાથે દરેક રાજકીય પક્ષ પોતાની પુરી ક્ષમતાથી કામ કરી રહ્યાં છે, ત્યારે આમ આદમી પાર્ટી પંજાબની સફળતા બાદ ગુજરાતમાં પણ સફળ થવાની વાત કરી રહ્યું છે. તે સંદર્ભમાં આજે આમ આદમી પાર્ટી ગુજરાતે આજે ગુજરાત માટે નવા સંગઠનની જાહેરાત કરી છે. આજે આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રભારી ડૉ. સંદિપ પાઠકે પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું અને સંગઠનના નવા માળખની જાહેરાત કરી હતી.
આજે AAPએ જાહેર કરેલા નવા માળખામાં 679 જેટલા નેતાઓની વિવિધ પદોનો પદભાર સોંપવામાં આવ્યો છે. વિધાનસભાથી લઈ રાષ્ટ્રીય અને પ્રદેશ કક્ષા સુધીની ગુજરાતના નેતાઓની જવાબદારીઓ નક્કી કરવામાં આવી છે. જેમાં કદાવર નેતઓ, પક્ષ બદલી કરી આમ આદમીમાં સામેલ થયેલા નેતાઓ અને પત્રકારમાંથી નેતા બનેલા ઈશુદાન ગઢવીને પણ જવાબદારી સોંપવામાં આવી છે. મહત્વની વાત છે કે આમ આદમી પાર્ટીના માળખામાં વિવિધ પ્રકારની વિંગ્સના પણ અધ્યક્ષ પદ આપી નેતાઓને ખુશ રાખવાનો પ્રયાસ જોવા મળે છે.
આજે નવા જાહેર થયેલા આમ આદમી પાર્ટીની ગુજરાતના માળખામાં કિશોર દેસાઈ પ્રદેશ પ્રમુખ, મનોજ સોરઠીયા મહામંત્રી, કૈલાશ ગઢવી ખજાનચી, જગમાલ વાળા, સાગર રબારી, રીનાબેન રાવલ અને અર્જૂન રાઠવા પ્રદેશ ઉપપ્રમુખ પદે નિયુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે આદિવાસી માટે બનાવેલા બીરસા મુંડા મોરચાના પ્રમુખ પદે બીપીન ગામેતી અને સહકારી સંઘની પાંખ માટે પ્રમુખ ભેમાભાઈ ચૌધરી, જયભીમ મોરચાના પ્રમુખ પદે મહેશ કોલસાવાલા, કિસાન પાંખના વડા રાજુભાઈ કરપડા, લિગલ પાંખના પ્રમુખ તરીકે પ્રણવ ઠક્કર, સ્પોર્ટ્સ વિંગના પ્રમુખ તરીકે આરિફ અંસારી, યુવા પાંખના પ્રમુખ તરીકે પ્રવિણ રામ, ડૉકટર વિંગના પ્રમુખ તરીકે ડૉ. કિશોર રૂપારેલીયાની નિયુક્તી કરવામાં આવી છે.
મુખ્યમંત્રીનો ચહેરો કોણ?
આમ આદમી પાર્ટીના ગુજરાતના ચૂંટણી પ્રભારી ડૉ. સંદિપ પાઠકે જણાવ્યું હતું કે, જૂના સંગઠનને વિખેરી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખી નવા સંગઠનની જાહેરાત કરવામાં આવી છે. છેલ્લા બે મહિના જેટલા સમયમાં જ આમ આદમી પાર્ટી સાથે નવા 30 હજાર કરતા વધારે સક્રિય કાર્યકરો આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે. સાથે જ તેમણે જણાવ્યું હતું કે ગુજરાતના મુખ્યમંત્રી માટે પણ ચહેરો નક્કી કરી જાહેર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીના સંગઠનમાં ઈશુદાન ગઢવીને રાષ્ટ્રીય કક્ષાની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે કોંગ્રેસ છોડી આમ આદમીમાં સામેલ થયેલા ઈન્દ્રનીલ રાજ્યગુરૂને પણ રાષ્ટ્રીય સહ સચીવના પદ નિયુક્ત કરવામાં આવ્યા છે.
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રભારી ગુલાબસિંહે ચૂંટણીમાં મજબૂત ટક્કર આપવાની વાત કરતા જણાવ્યું કે આગામી ચૂંટણી ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે લડાશે અને પરિણામો પણ ચોંકાવનારા આવશે. ઈશુદાન ગઢવીએ આ તકે જણાવ્યું કે, વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઈ આ યાદી બનાવવામાં આવી છે. નિયુક્ત તમામ હોદ્દેદારોને હું અભિનંદન પાઠવું છું. નવું સંગઠન વિધાનસભા અને લોકસભા મુજબ બનાવ્યું છે જેમાં એક વિધાનસભા વિસ્તારના ચાર સંગઠન મંત્રીઓ હશે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











