Sunday, November 8, 2026
HomeGeneral‘નરેન્દ્ર મોદી સ્ટેડિયમ’નું નામ બદલવાની માગ કરતી યાત્રા નીકળે તે પહેલા જ...

‘નરેન્દ્ર મોદી સ્ટેડિયમ’નું નામ બદલવાની માગ કરતી યાત્રા નીકળે તે પહેલા જ અલ્પેશ કથીરિયા સહિત 70ની અટકાયત

- Advertisement -

નવજીવન ન્યૂઝ. બારડોલી: બરડોલીમાં આજથી સરદાર સન્માન સંકલ્પ યાત્રાની શરૂઆત થવાની હતી. આ યાત્રાને PAASના નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા પણ સમર્થન આપવામાં આવ્યું હતું, પરંતુ આ યાત્રા શરૂ થાય તે પહેલા જ અલ્પેશ કથીરિયા સહિત 70 જેટલા નેતાઓની અટકાયત કરી લેવામાં આવી છે. નેતાઓની અટકાયત કરીને તેમને હાલ રૂરલ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે. આ યાત્રા બારડોલી સ્થિત સ્વરાજ આશ્રમથી નીકળીને આવતીકાલે અમદાવાદના મોટેરા સ્થિત સરદાર પટેલ સ્ટેડિયમ જેનું નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરી દેવામાં આવ્યું છે ત્યાં પહોંચવાની હતી.



આ યાત્રાનું મુખ્ય કારણ તે હતું કે થોડા સમય પહેલા અમદાવાદનાં મોટેરામાં આવેલા સરદાર પટેલ સ્ટેડિયમનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ તેનું નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરી દેવામાં આવ્યું હતું. સરદાર સંકલ્પ આંદોલન સમિતિના અગ્રણીઓનું માનવું છે કે દેશની આઝાદીની લડતમાં પોતાનું યોગદાન આપવાવાળા સરદાર વલ્લભભાઈ પટેલનું આ અપમાન છે. સરકારને જો નરેન્દ્ર મોદી પ્રત્યે આટલો જ આદર હોય તોઈ તેમણે દેશના અન્ય શહેરમાં બીજું ભવ્ય સ્ટેડિયમ બનાવીને તેમનું નામ આપી દે તેમાં અમને કોઈ વિરોધ નથી, પરંતુ સરદાર પટેલનું નામ કાઢીને નરેન્દ્ર મોદીનું નામ આપવું તે સરદારનું અપમાન છે. ત્યારે હવે આ સ્ટેડિયમનું નામ બદલીને ફરીથી સરદારના નામે કરવામાં આવે તે માગ સાથે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, અને આ યાત્રાને PAASનું પણ સમર્થન મળ્યું હતું અને અલ્પેશ કથીરિયા સહિતના નેતાઓ આ યાત્રામાં જોડાયા હતા.

બરડોલીના સ્વરાજ આશ્રમથી આજે અમદાવાદનાં મોટેરા સ્ટેડિયમ સુધી સરદાર સન્માન સંકલ્પ યાત્રાની શરૂઆત થવાની હતી, પરંતુ યાત્રા શરૂ થાય તે પહેલા જ બરડોલીના ગાંધી આશ્રમથી પોલીસ દ્વારા PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા સહિત 70 જેટલા આગેવાનોની અટકાયત કરી લેવામાં આવી હતી. તમામ આગેવાનો અને કાર્યકર્તાઓને હાલ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે.


- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular