Sunday, November 8, 2026
HomeGeneralઅમદાવામાં નુપૂર શર્માના વિરોધમાં રેલી નીકળતા લાઠી ચાર્જ, રાજકોટના રસ્તા પર 'એરેસ્ટ...

અમદાવામાં નુપૂર શર્માના વિરોધમાં રેલી નીકળતા લાઠી ચાર્જ, રાજકોટના રસ્તા પર ‘એરેસ્ટ નૂપુર શર્મા’ના પોસ્ટર લાગ્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટઃ નુપૂર શર્માએ કરેલા નિવેદના કારણે સમગ્ર ભારતમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતી સર્જાઈ છે. દેશના 12 રાજ્યોમાં ભારે હિંસા ભડકી છે. કેટલીક જગ્યા પર ઈન્ટરનેટ સેવા પણ બંઘ કરવામાં આવી છે. નુપૂર શર્માએ કરેલી વિવાદીત ટીપ્પણીનો રેલો ગુજરાતમાં પણ પહોંચ્યો છે. આજે રાજકોટમાં નુપુર શર્માને અરેસ્ટ કરવાના પોસ્ટર રસ્તામાં ચોંટાડવામાં આવ્યા છે. બીજી બાજુ અમદાવાદમાં પણ નુપૂર શર્મા વિરુદ્ધ રેલી યોજવામાં આવતા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે.



ભાજપના પુર્વ રાષ્ટ્રીય પ્રવક્તા નુપૂર શર્માના વિવાદીત નિવેદથી દેશભરમાં તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. વિરોધનો સુર હવે ગુજરાતમાં પણ પહોંચી ગયો છે, રાજકોટમાં રૈયા રોડ પર આઝાદ ચોકમાં રસ્તા ઉપર એરેસ્ટ નૂપુર શર્મા લખેલા અનેક પોસ્ટર રસ્તા પર ચોંટાડવામાં આવ્યા છે. કિસાનપરા ચોક અને આમ્રપાલી અંડરબ્રિજમાં પણ આ રીતના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. નુપૂર શર્માના પોસ્ટર ગત મોડી રાત્રે લગાવવામાં આવ્યા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. નુપૂર શર્માના વિરોધ પોસ્ટર લગાવવામાં આવતા પોલીસ પણ હરકતમાં આવી હતી. પોલીસકર્મીએ પોસ્ટરને રસ્તા પરથી ઉખેડવાની કામગીરી શરુ કરી હતી.

બીજી બાજુ અમદાવાદમાં પણ આજે રવિવારે તંગદીલી જેવી સ્થિતી સર્જાઈ છે. જુહાપુરા વિસ્તારમાં નુપૂર શર્માના વિરોઘમાં રેલી કાઢવાનું આયોજન કરવામાં આવતા માહોલ ગરમાયો હતો. રેલીને પોલીસ મંજુરી ન મળી હોવાથી રેલીને અટકાવવામાં આવી હતી. રેલી અટકાવતા સુત્રાચાર પણ કરવામાં આવ્યા હતા. પોલીસે મહિલા સહિત રેલીમાં હાજર લોકોની અટકાયત કરી હતી. અગ્રણીઓની અટકાયત થતાં મામલો બીચક્યો હતો. પોલીસે ટોળાં વિખેરવા લાઠી ચાર્જ પણ કર્યો હતો. હાલ જુહાપુરામાં ઉચ્ચ અધિકારીઓનો કાફલો આવી પહોંચ્યો છે.


- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular