નવજીવન ન્યૂઝ.ગાંધીનગરઃ હમણાં જ આઈપીએલની ફાઈનલ મેચ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાયા પછીના દિવસોથી કોરોનાના કેસમાં એકંદરે વધારો જોવા મળી રહ્યો છે. દરમિયાનમાં ગુજરાતના મુખ્ય સચિવ પંકજ કુમાર પણ કોરોનાની ઝપેટે આવી ગયા છે. તેમને આ કારણે હોમ આઈસોલેટ કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે શનિવાર સાંજ સુધીના આંગડા જોઈએ તો ગુજરાતમાં કુલ એક્ટિવ કેસ હવે વધીને 704 થઈ ગયા છે, જોકે તેમાંથી કોઈ ગંભીર સ્થિતિમાં નથી તેને કારણે તંત્રને અને લોકોને મહદંશે હાંશકારો છે, પરંતુ શનિવારના એક દિવસના એટલે કે 24 કલાકના આંકડા પ્રમાણે 154 કેસ નવા નોંધાયા છે અને 54 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે. જોકે આ પૈકીના 82 કેસ તો માત્ર અમદાવાદમાં જ નોંધાયા છે. કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.
અહીં આપને એ પણ જણાવી દઈએ કે મૂળ બિહારના પટણાના વતની પંકજ કુમાર 1 મે 2022ના રોજ નિવૃત્ત થયા હતા પરંતુ તેમને ફરી એક વખત 8 મહિનાનું એક્સ્ટેન્શન મળ્યું છે. તેઓ 25 ઓગસ્ટ 1986થી આઈએએસ અધિકારી તરીકે કાર્યરત છે. તેઓ હાલ કોરોનાની ઝપેટે આવતા તેમને ગાંધીનગર ખાતેના તેમના નિવાસ સ્થાને હોમ આઈસોલેટ કરવામાં આવ્યા છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











