નવજીવન ન્યૂઝ. સાબરકાંઠા: ગુજરાતમાં યુવાનોમાં લોકપ્રિય એવા પોળો ફોરેસ્ટને 13થી 15 જૂન સુધી પર્યટકો માટે બંધ કરવા માટે સાબરકાંઠા કલેકટરે જાહેરનામું બહાર પડ્યું છે. હકીકતમાં રાજ્યવ્યાપી રીંછોની ગણતરી કરવાની હોવાને કારણે પોળો ફોરેસ્ટને 3 દિવસ માટે બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જાહેરનામા મુજબ સ્થાનિકો સિવાય અન્ય લોકો માટે પોળો ફોરેસ્ટમાં જવા ઉપર આ ત્રણ દિવસ પ્રતિબંધ રહેશે, અને જો જાહેરનામાનો ભંગ થશે તો સંબંધિત વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરીને ભાગ કરનારને કડક સજા આપવામાં આવશે.
પોળો ફોરેસ્ટને ગુજરાતનું કશ્મીર ગણવામાં આવે છે, જંગલની અંદર રહેલા પર્વતો, નદીઓ અને ઝરણાના કારણે પ્રવાસીઓને અહિયાં કશ્મીર જેવી જ લાગણી અનુભવાય છે. સાથે જ આ જંગલોમાં રીંછ પણ મોટી સંખ્યામાં જોવા મળે છે. અત્યારે રાજ્યવ્યાપી રીંછની ગણતરી ચાલી રહી હોવાને કારણે ત્રણ દિવ્ક્સ માટે 13થી 15 જૂન સુધી પોળો ફોરેસ્ટમાં પ્રવસીઓને આવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ગુજરાતમાં દર 6 વર્ષે રીંછની ગણતરી કરવામાં આવે છે.
સામાન્ય રીતે ચોમાસાની રૂતુ આવતા પોળો ફોરેસ્ટમાં લોકો ફરવા જવાનું પસંદ કરતાં હોય છે. વરસાદની સિઝનમાં જંગલમાં આવેલા ઝરણાનું સૌંદર્ય વધી જાય છે. જેના કારણે લોકો અહિયાં ફરવા આવતા હોય છે, પરંતુ આગામી સમયમાં રીંછની વસતિ ગણતરીના કારણે 13થી 15 જૂન સુધી જંગલમાં સ્થાનિકો સિવાય કોઈને પણ આવવા ઉપર સાબરકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











