નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમા રસ્તા ઉપર થતાં અકસ્માત ઘટાડવા અને ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન કરાવવા માટે અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા એક ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ડ્રાઈવ અંતર્ગત રોંગ સાઇડમાં વાહનો ચલાવતા અને RTO માન્ય HSRP નંબર પ્લેટ ન ધરાવતા વાહન ચાલકોને દંડ ફટકારવાનું કામ કરવામાં આવશે. આ ડ્રાઈવ 5 જૂનથી લઈને 11 જૂન સુધી ચાલશે. આ ડ્રાઈવ અંતર્ગત 8 તારીખ સુધી ત્રણ દિવસમાં અમદાવાદ પોલીસ દ્વારા અમદાવાદીઓ પાસેથી 3.69 લાખ રૂપિયા દંડ વસૂલવામાં આવ્યો છે.
સામાન્ય રીતે રસ્તા ઉપર થતાં અકસ્માતમાં બે વાહનો પૈકી એક વાહન રોંગ સાઇડમાં હોવાને કારણે જ અકસ્માત થતાં હોય છે. આ સમસ્યા નિવારવા માટે જ આ ખાસ ડ્રાઈવ રાખવામા આવી છે. આ ઉપરાંત જ્યારે કોઈ અકસ્માત કરીને ભાગી જાય ત્યારે તેના વાહનમાં HSRP નંબર પ્લેટ ન હોવાને કારણે તેને પકડવામાં પોલીસને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જેના કારણે આવા લોકો પાસેથી દંડ લેવામાં આવી રહ્યો છે. ડ્રાઈવના 3 દિવસમાં મોટા ભાગનો દંડ શહેરના પશ્ચિમ વિસ્તાર માંથી વસૂલવામાં આવ્યો છે.
અમદાવાદમા ટ્રાફિકના નિયમો પાલન કરાવવા માટે પોલીસ દ્વારા HSRP નંબર પ્લેટ વગરના વાહનો પાસે 1000 રૂપિયા દંડ વસૂલવામાં આવે છે. રોગ સાઇડમાં વાહન ચલાવવા માટે ટુ વ્હીલરના 1500 રૂપિયા, કાર ચાલક પાસે 3000 રૂપિયા અને ટ્રક-બસ પાસે 5000 રૂપિયા દંડ વસૂલવામાં આવે છે. આ ડ્રાઈવ અંતર્ગત ત્રણ દિવસમાં માત્ર HSRP નંબર પ્લેટ વગર અને રોંગ સાઇડમાં વાહન ચલાવતા અમદાવાદીઓએ 3.69 લાખ રૂપિયા દંડ ચુકાવ્યો છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











