નવજીવન ન્યૂઝ. દીવ: ગુજરાતમાં મોટી સંખ્યામાં લોકો દીવના દરિયાકાંઠે ફરવા માટે જતાં હોય છે. તેવામાં દીવ ફરવા જતાં પર્યટકો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. દીવના તમામ દરિયા કીનારે અને દરિયામાં ન્હાવા જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. દીવ કલેક્ટરના આદેશથી કલમ 144 લાગુ કરવામાં આવી છે. ચોમાસાની સિઝન નજીક આવતા દરિયામાં ઊંચાં મોજાંને લઈ સાવચેતીના ભાગરૂપે નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ દીવ પોલીસ દ્વારા પર્યાટકો તેમજ સ્થાનિક લોકોને દરિયામાં જતા રોકવામાં આવી રહ્યા છે.
માહિતી અનુસાર, દીવમાં જિલ્લા કલેકટર ફોરમન બ્રહ્માના આદેશ અનુસાર 01 જૂનથી 31 ઓગસ્ટ સુધી દીવના તમામ બીચો અને દરિયામાં ન્હાવા જવા પર પર્યાટકો અને સ્થાનિક લોકો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પર્યાટકો બીચ પર હરીફરી શકશે, પરંતુ ન્હાવા કે દરિયામાં જઈ શકે નહિ.કલેકટરના આદેશને લઈને દીવ પોલીસ દ્વારા પર્યાટકો તેમજ સ્થાનિક લોકોને દરિયામાં જતા અટકાવવામાં આવી રહ્યા છે. હાલ દીવના તમામ દરિયા કિનારે તંત્ર દ્વારા બેનરો લગાવવામાં આવ્યા છે જેમાં લખ્યું છે કે, વરસાદની ઋતુમાં દરિયામાં ન્હાવા પર પ્રતિબંધિત છે. ઉપરાંત પોલીસ દ્વારા પણ સતત નજર રાખવામાં આવી રહી છે.
દીવમાં ઉનાળાના મૌસમમાં અને વેકેશનની સિઝન મોટી સંખ્યામાં પર્યટક આવતા હોય છે. ચોમાસાની સિઝન નજીક આવતી હોવાના કારણે દીવ પ્રશાસન દ્વારા સાવચેતીના ભાગરૂપે નિર્ણય કરવામાં આવ્યો છે. ચોમાસામાં દરિયામાં વધુ પ્રમાણમાં કરંટ જોવા મળતો હોય છે ઉપરાંત પવન સાથે મોટાં મોજાં આવતા હોય છે. જેના કારણે લોકોને દરિયામાં જવાનો ખતરો વધી જતો હોય છે. આવા સંજોગોમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા કલેક્ટરે દ્નારા આદેશ જાહેર કરી કલમ 144 લગાડવામાં આવી છે. જો કોઈ વ્યક્તિ કાયદાનું ઉલ્લઘન કરશે તો તેના પર IPC 188 અને 291 ધારા હેઠળ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. જો કોઈ વ્યક્તિ દરિયામાં ન્હાતા જોવા મળશે તો તેમની સામે ગુનો પણ દાખલ થઈ શકે છે. સાથે જ દીવના દરિયાકાંઠે થતી વોટર એક્ટિવિટી પણ 3 મહિના સુધી બંધ રહેશે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











