નવજીવન ન્યૂઝ. મહેસાણા: મહેસાણામાં વર્ષ 2017 દરમિયાન દાખલ થયેલા ગુનામાં ગત મે મહિનામાં મહેસાણા કોર્ટે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, NCP મહિલા નેતા રેશ્મા પટેલ સહિત 12 લોકોને કોર્ટે સજા ફટકારી હતી. ત્યારે આજે આ કેસમાં મહેસાણા સેશન્સ કોર્ટે ચુકાદો આપયો છે. જેમાં 10 લોકોના શરતી જામીન મંજુર થયા છે.
મહેસાણામાં ઉનાકાંડના એક વર્ષ નિમિત્તે 2017માં બનાસકાંઠાના દલિત પરિવારને ફાળવેલી જમીનનો પ્રત્યક્ષ કબ્જો સોંપવામાં આવે એ મામલે મહેસાણાથી ધાનેરા સુધી ‘આઝાદી કુચ’ રેલી કાઢવામાં આવી હતી. આ રેલીમાં ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી, રેશમા પટેલ, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના કૌશિક પરમાર, સુબોધ પરમાર સહિતનાઓએ જોડાયા હતા. આ રેલી માટે પોલીસ પરમીશન ન હોવાના કારણે આઝાદી કૂચ રેલી બાબતે 17 સામે ફરિયાદ થઈ હતી. આ કેસમાં વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સહિત કુલ ૧૦ આરોપીઓને વગર પરવાનગીએ રેલી કાઢવાના કેસમાં મહેસાણા નામદાર મેજીસ્ટ્રેટ કોર્ટે દોષિત ઠરાવી ૩ માસની સજાનો હુકમ કર્યો હતો.
આ હુકમને પડકારતી મહેસાણા સેશન્સ કોર્ટ સમક્ષ અપીલ અરજી ફાઇલ કરવામાં આવી હતી. જેમાં આજે જામીન અરજીની સુનાવણી દરમિયાન વડગામ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી, NCPના રેશમા પટેલ, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના સહ કન્વીનર સુબોધ પરમાર સહિતના દોષિતોને વગર પરવાનગીએ ગુજરાત નહીં છોડવા અને જામીન સ્વરૂપે મળેલ સ્વતંત્રતાનો ઉપયોગ કરી અન્ય ગુનામાં સામેલ ન થવાની અને કોઈ મિલકત હોય તો એના પુરાવા રજૂ કરવાની શરતોને આધીન જામીન આપવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠાના ધાનેરાના લવારા ગામે સરકાર દ્વારા ફાળવવામાં આવેલી દલીત સમાજના વ્યક્તિની જમીનમાં ૫૦ વર્ષ સુધી અસામાજિક તત્વોએ ગેરકાયદે દબાણો કર્યા હતા. કૂચના અંતે જીગ્નેશ મેવાણી અને દલિત સમાજને સફળતા મળી હતી અને જે ગરીબ માણસની જમીનના ગુંડાઓ ઘૂસી ગયેલા તેમને દૂર કરી મૂળ માલિકને કબઝો અપાવવામાં આવ્યો હતો. પરંતુ આ રેલીની મંજૂરી ન હોવાના કારણોસર જીગ્નેશ મેવાણી અને અન્યો સામે FIR કરવામાં આવી હતી. જેમાં ગત મે મહિનામાં મહેસાણા કોર્ટે સજા ફટકારી હતી.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











