નવજીવન ન્યૂઝ.આણંદઃ ગુજરાતમાં દારુની જેમ હવે ડ્રગ્સ પણ પકડાવવું એક સામાન્ય બાબત બની રહી છે. રાજ્યમાં કોઈના કોઈક જિલ્લામાં રોજ-બરોજ ડ્રગ્સ પકડાવાની ઘટના પ્રકાશિતમાં આવી રહી છે. જો કે હવે પોલીસ પકડથી દુર રહેવા પેડલર્સ સોશિયલ મીડિયાના માધ્યમથી ઓનવાઈન ડ્રગ્સનું કરતા થયા છે. ત્યારે આજે આણંદ સાઈબર ક્રાઈમે ઓનલાઈન ડ્રગ્સ વેચાણ કરતા બે વ્યક્તિની ધરપકડ કરી છે.
ગુજરાતમાં યુવાધનને નશાના રવાડે ડ્રગ્સ ચડાવવા માટે ડ્રગ્સ પેડલર્સ દ્વારા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જો છેલ્લા કેટલાક સમયથી આવા ડ્રગ્સ પેડલર્સ પર પોલીસ ચાપતી નજર રાખતા પેડલર્સ પણ હવે સતર્ક બન્યા છે. પેડલર્સ હવે સોશિયલ મીડિયા જેવા કે વોટ્સ એપ, ફેસબુક, ટેલીગ્રામ, ટ્વીટર જેવા માઘ્યમથી તેમજ વોલેટો પર સતત સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા સર્વેલન્સ કરવામાં આવી રહ્યુ હતું. જેમાં શંકાસ્પદ ડેટા લોગનું ટેકનીકલ એનાલીસીસ કરતા બે આરોપી ઝડપી પાડયા છે.
આરોપી સાજીદ ઉર્ફે અરબડી ડોસુખાન પઠાણ અને માહીરોદ્દીન ઉર્ફે ડબ્બી મનુમીંયા શેખને આણંદ તેમજ વિધ્યાનગર, પેટલાદ જેવા વિસ્તારમાં કોલેજીયન યુવક,યુવતીઓ જોડેથી ઓનલાઈન પેમેન્ટ લઈને એમ.ડી. ડ્રગ્સની ડીલીવરી કરતો હતો. જેથી સાયબર ક્રાઈમ પોલીસે ટેકનીકલ એનાલીસીસ દ્રારા આરોપીને 8.900 ગ્રામ એમ.ડી. ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો છે. પકડાયેલા ડ્રગ્સની કિંમત 1,50,000 હોવાનું સામે આવ્યું છે. આરોપી એક ગ્રામ ડ્રગ્સ 10 હજાર સુઘીની કિંમત વસુલતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોતાની ઓળખ છતી ન થાય તે માટે ટેલીગ્રામમાં ચેનલ બનાવીને ડ્રગ્સનું વેચાણ કરતો હતો. ઓનલાઈન ચાલતા ડ્રગ્સ કારોબારને ઝડપી પાડવા પી.આઈ. એલ.ડી. ગમારા, પી.એસ.આઈ એ.એમ. શર્મા સહિતની ટીમે ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












