નવજીવન ન્યૂઝ. આણંદ: આણંદ SOGને વ્હેલ માછલીની ઉલ્ટીનો લાખો રૂપિયોનો જથ્થો ઝડપી પાડ્યો છે. વ્હેલ માછલીની ઉલ્ટીની બજારમાં મોટી માગ હોય છે. ઉપરાંત વ્હેલ માછલીની ઉલ્ટી ખૂબ જ મોંઘી બજારમાં વહેચતી હોવાના કારણે ઘણા લોકો બજારમાં ગેરકાયદે વેચવા માટે ફરતા હોય છે. ત્યારે આજે વ્હેલ માછલીની ઉલ્ટી સાથે 6 વ્યક્તિની ધરપકડ SOG ક્રાઈમે કરી છે.
માહિતી અનુસાર, આણંદ SOGના પોલીસ કોનેસ્ટેબલ સંદીપકુમાર અને ભાર્ગવસિંહનાઓને બાતમીમળી હતી કે, બહાર ગામથી કેટલાક ઈસમો એક ગ્રે કલરની સ્વીફ્ટ ડીઝાયર કારમાં વ્હેલ માછલીની ઉલ્ટી પોતાની પાસે ચોરીછુપીથી વેચાણ કરવા આવી રહ્યા છે. બાતમીના આધારે તપાસ કરતાં આણંદના પ્રાપ્તિ સર્કલ 80 ફુટ રોડ જવાના રોડ પર એખ કાર ઉભી હતી. પોલીસે કારની તલાસી લેતા પાછળની સીટ પરથી બે નંગના ટુકડાઓ વ્હેલ માછલીની ઉલ્ટીના મળી આવ્યા હતા.
પોલીસે વ્હેલ માછલીની ઉલ્ટીના બે ટુકડા વજન 736 ગ્રામ જેની કિંમક રુપિયા 73,60,000 છે. પોલીસે વ્હેલ માછલીના ટુકટા સાથે ગીરીશભાઈ ચંદુલાલ ગાંઘી, વિક્રમ ધિરેન્દ્રભાઈ પાટડીયા, મીત જયેશભાઈ ગાંઘી, મીત નીલકમલ વ્યાસ, ધ્રુવિલ કુમાર પટેલ, જહુર અબ્દેરહેમાન મંસુરીને ઝડપી પાડયા હતા. પોલીસે પકડાયેલા આરોપી વિરુદ્ધ IPCની કલમ 41 (1)ડી, 102 મુજબ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











