Wednesday, June 17, 2026
HomeGujaratનેહા કક્કરના ગીતો ઉપર તે ઝુમી ઉઠતી, તેની ઈચ્છા હતી કે નેહા...

નેહા કક્કરના ગીતો ઉપર તે ઝુમી ઉઠતી, તેની ઈચ્છા હતી કે નેહા તેને બર્થ ડે વીશ કરેઃ જુઓ વિડીયો

- Advertisement -

પૈસા તો ઘણા લોકો કમાય છે, પણ ઓછા માણસે બીજાની જીંદગીમાં ખુશીના રંગ પુરી શકે છે, ગાંધીનગરના સરગાસણમાં રહેતી ફલોરાને જીંદગીનો કોઈ ભરોસો ન્હોતો, છતાં તેની જીવવાની જીજીવીષા તીવ્ર હતી, તેને સંગીતનો પાગલ શોખ હતો, હતી તે અગીયાર વર્ષની હતી, તા 25 સપ્ટેમ્બરે તેનો જન્મ દિવસ આવી રહ્યો હતો, અમદાવાદના કલેકટર સંદીપ સાંગલેને જયારે ખબર પડી કે ફલોરાની ઈચ્છા છે કે પાર્શ્વ ગાયકી નેહા કક્કર તેને બર્થ ડે વીશ કરે તો તેમણે પોતાના અધિકારીઓને કામે લગાડયા અને આખરે ફલોરાની ઈચ્છા પુરી થઈ, ફલોરાના જન્મ દિવસે નેહા કક્કરે એક વિડીયો દ્વારા શુભચ્છા પાઠવી હતી ફ્લોરાની કલેકટર બનવાની ઈચ્છા ની સાથે સાથે તેને પ્રસિદ્ધ ગાયિકા નેહા કક્કર ના ગીતો સાંભળવાનો પણ ગજબનો શોખ હતો રેડિયો કે ટીવી માં નેહા કક્કર ના ગીતો સાંભળતા ની સાથે જ ફલોરા ઝૂમી ઉઠતી હતી. ફલોરાને બ્રેઈન ટયુમર હતું.

ફલોરાની માતા સોનલ બેન આસોડીયા કહે છે કે, આજે મારી દીકરીની વર્ષગાંઠ છે અને તે સદાય એવું કહેતી કે નેહા કક્કર મને બર્થ ડે વીશ કરે તો મને ખૂબ ગમે, મારી દીકરી જ્યારે એક દિવસ માટે કલેક્ટર બની ત્યારે જ આ વાતને જિલ્લા કલેકટર સમક્ષ કરી હતી અને તેમણે મને ખાતરી આપી કે ફ્લોરા ના જન્મદિવસે નેહા કક્કર તેને બર્થ ડે વિશ કરે તે માટે બધા જ પ્રયત્નો કરીશ અને આજે નેહા કક્કર નો બર્થ ડે વીશ કરતો વિડીયો અમને મળ્યો છે. આ વિડીયો જોતા જ ફલોરાના ચહેરા પર એક અજીબ પ્રકાર નું નૂર દેખાયું છે એટલે અમારા માટે આ એક વધારાની ખુશી છે એમ તેઓ ઉમેરે છે.

- Advertisement -

જિલ્લા કલેકટર સંદીપ સાગલે જણાવ્યું હતું કે દીકરી ફ્લોરા જ્યારે એક દિવસ કલેકટર બનીને અમારી ઓફિસે આવી ત્યારે જ તેની આ ઈચ્છા ની પણ તેના પરિવાર પાસેથી અમને જાણવા મળી હતી, ત્યારે જ અમે પ્રસિદ્ધ ગાયિકા નેહા કક્કર નો સંપર્ક કરવાનો પ્રયાસ શરૂ કર્યો હતો, અને અમે સફળ પણ થયા તેના પગલે ફ્લોરાના ચહેરા પર ની ખુશી જ અમારા માટે સર્વસ્વ બની છે.

અધિક નિવાસી કલેક્ટર પરિમલ પંડ્યા કહે છે કે, ‘ફલોરાની આ ઈચ્છા બાબતે જિલ્લા કલેકટરએ અમને સૂચના આપી અને મેં પોતે નેહા કક્કર ના પિતા જયનારાયણ કક્કર નો સંપર્ક કર્યો, ફલોરાની બીમારી વિશે તેમને વાત કરતાં જ જયનારાયણ કકકરે એવી ખાતરી આપી કે અમદાવાદની દીકરી માટે મારી દીકરી નેહા પણ તેની વિશ પૂરી કરશે, અને ફલોરાને બર્થડે વીશ કરતો વિડીયો નેહા કક્કરે અમને તરત જ મોકલી આપ્યો, આ વિડીયો ફલોરાના પરિવાર ને મોકલી આપ્યો છે, તેના પરિવાર પાસેથી ફલોરા ઝૂમી ઉઠી છે તેવા સમાચાર મળતા જ અમારામાં પણ ખુશી વ્યાપી ગઈ છે’ એમ તેઓ ઉમેરે છે. ફલોરાના પિતા અપૂર્વ અસોડીયા કહે છે કે,’બીમારીના શરૂઆતના તબક્કામાં નેહા કક્કર ના ગીતો સાંભળતા જ ફ્લોરા ઝૂમી ઉઠતી હતી. અમદાવાદ જિલ્લા કલેકટર સંદીપ સાગલેએ અમારા એ દિવસો પાછા લાવી ને અમારી દીકરીને આનંદિત બનાવવાનો પ્રયત્ન અત્યંત પ્રશંસનીય છે.’

- Advertisement -

એક જ સપ્તાહમાં ફ્લોરાની બે ઈચ્છાઓ પૂર્ણ કરીને અમદાવાદ જિલ્લા વહીવટીતંત્રએ સંવેદનશીલ અને અનુકરણીય ઉદાહરણ પૂરું પાડ્યું છે. સો સો સલામ આવા સંવેદનશીલ વહીવટીતંત્રને પણ આખરે બધા હારી ગયા તા 6 ઓકટોબરના રોજ ફલોરા બધાને મુકી ચાલી નિકળી.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular