નવજીવન ન્યૂઝ. મુંબઈ: નેશનલ ઈન્વેસ્ટિગેટિવ એજન્સી (NIA)ની ટીમ મુંબઈમાં અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ અને તેની ડી કંપનીના ઓપરેટિવ્સના અનેક સ્થળો પર દરોડા પાડી રહી છે. હાલમાં NIAએ કોઈ સ્થળનો ખુલાસો કર્યો નથી. NIAના સૂત્રોના જણાવ્યા અનુસાર અંડરવર્લ્ડ ટેરર ફંડિંગ હેઠળ દરોડા પાડવામાં આવી રહ્યા છે.
NIAએ નાગપાડા, ગોરેગાંવ, બોરીવલી, સાંતાક્રુઝ, મુંબ્રા, ભેંડી બજાર અને અન્ય સ્થળોએ ઇબ્રાહિમના સહયોગીઓના સ્થળો પર NIAના દરોડા ચાલુ છે. આતંકવાદ વિરોધી એજન્સી દ્વારા પાડવામાં આવેલા દરોડામાં કેટલાક હવાલા ઓપરેટરોના ઠેકાણાઓ પણ સામેલ હતા. ANI એ ફેડરલ એજન્સીના એક નિવેદનને ટાંકીને જણાવ્યું હતું કે NIA દ્વારા ફેબ્રુઆરીમાં જ ઈબ્રાહિમ સાથે જોડાયેલા ઘણા હવાલા ઓપરેટરો અને ડ્રગ પેડલર્સ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો, પરંતુ આજથી દરોડા શરૂ થઈ ગયા છે.
દાઉદ ઈબ્રાહિમને 2003માં યુએન દ્વારા વૈશ્વિક આતંકવાદી પણ જાહેર કરવામાં આવ્યો હતો. તે 1993ના મુંબઈ બ્લાસ્ટનો મુખ્ય આરોપી છે. તે ક્યારેક પાકિસ્તાનમાં તો ક્યારેક અન્ય દેશોમાં ઠેકાણાઓ બદલતો રહે છે. NIAએ એક નિવેદન જારી કરીને કહ્યું કે દાઉદના સહયોગીઓ અને કેટલાક હવાલા ઓપરેટરોના સ્થળો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











