Sunday, November 2, 2025
HomeGeneralVideo: સાંસદને પણ આમ તેમ હિલોળા ખાઈને કાર્યક્રમમાં જવું પડ્યું, જ્યારે રાજકોટમાં...

Video: સાંસદને પણ આમ તેમ હિલોળા ખાઈને કાર્યક્રમમાં જવું પડ્યું, જ્યારે રાજકોટમાં પવન દીપ, અરુનિતાના કાર્યક્રમમાં લોકો ધસી આવ્યા

- Advertisement -




નવજીવન ન્યૂઝ.રાજકોટઃ રાજકોટ શહેરમાં રવિવારે મહાનગરપાલિકા દ્વારા ‘સપ્તરંગી સાંજ મ્યુઝિકલ નાઈટ’નું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે આ દરમિયાન રાજકોટ મહાનગરપાલિકાના મેનેજમેન્ટનો અભાવ જોવા મળ્યો હતો. એટલી હદે કે ખુદ રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા પણ માનવમહેરામણમાં ધક્કે ચઢ્યા હતા. આ ઘટનાના કેટલાક વીડિયો વાયરલ થયા છે જે અહીં દર્શાવ્યા છે. વીડિયો જોઈ ઘણા લોકો એવું પણ બોલ્યા કે, બરાબર થયું નેતાને પણ અનુભવ થાય તો કદાચ પ્રજાની પીડા સમજાય.

ગુજરાત સ્થાપના દિવસે એટલે કે રવિવારે 1 તારીખે RMC દ્વારા મ્યુઝિક નાઈટનું આયોજન કરાયું હતું. જેમાં ઈન્ડિયન આઈડલ સીઝન 12ના સિંગર્સ પૈકીના પવનદીપ, અરુણીતા, સાયલી કાંબલે, સવાઇ ભાટે અને આશિષ કુલકર્ણી ગીતોની રમઝટ બોલાવતા હતા, પણ આ રમઝટમાં રાજકોટની જનતા ઉમટી પડી તો મહાનગરપાલિકાનું નબળું મેનેજમેન્ટ ઉઘાડું પડી ગયું. ભીડ એટલી હતી કે એટલી તો હવે માંડ કોઈ નેતાના ભાષણમાં જોવા મળે, ખુરશીઓ ભરાઈ ગઈ હતી અને સમીયાણામાં પણ જગ્યા રહી ન હતી. ત્યારે લોકોએ જ્યાંથી જગ્યા મળે ત્યાંથી ઘુસવાની આખરી તરકીબ પણ અજમાવી હતી. અહીં સુધી કે ખુદ સાંસદને પણ ભીડ શું હોય તેનો ખરો અનુભવ થઈ ગયો હતો.

- Advertisement -

મહાનગરપાલિકાના સત્તાધીશોના અણધડ મેનેજમેન્ટને કારણે રાજકોટની જનતા મુશ્કેલીમાં જોવા મળી હતી. આ દરમિયાન રાજ્યસભા સાંસદ પણ આમ તેમ હિલોળે ચઢી ભીડમાંથી બહાર નીકળ્યા હતા. ટુંકમાં મહાનગરપાલિકાના નબળા મેનેજમેન્ટને કારણે ‘સપ્તરંગી સાંજ’ જેને જગ્યા ન મળી તેમના માટે કંટાળાજનક બની ગઈ હતી.

કેટલાક ગેટ પર અવ્યવસ્થાના કારણે જનતા અને પોલીસ વચ્ચે ઘર્ષણના દૃશ્યો પણ સર્જાયા હતા. સાથે જ ખુરશી ઉડ્યાના બનાવ હતા અને ખુદ મહાનગરના ઉચ્ચ અધિકારીઓને પણ ગેટના બદલે બેરિકેડ કુદીને અંદર જવું પડ્યું હતું.



- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular