Thursday, July 9, 2026
HomeGeneralવલસાડમાં અનોખા લગ્નની પત્રિકા થઈ સોશિયલ મીડિયામાં વાયરલ, જાણો શું છે આ...

વલસાડમાં અનોખા લગ્નની પત્રિકા થઈ સોશિયલ મીડિયામાં વાયરલ, જાણો શું છે આ લગ્નની ખાસિયત

- Advertisement -

નવજીવન ન્યૂઝ. વલસાડ: હાલમાં સોશિયલ મીડિયામાં એક લગ્નની લગ્નપત્રિકા ખૂબ વાયરલ થઈ રહી છે. સામાન્ય રીતે અત્યંત આધુનિક સમાજમાં પણ જોવા ન મળે તેવું એક લગ્નનું ઉદાહરણ વલસાડના એક ગામમાં જોવા મળી રહ્યું છે, જેમાં એક વ્યક્તિ એક જ દિવસે અને એક જ મંડપમાં બે યુવતીઓ સાથે લગ્ન કરીને સામાજિક જીવનની શરૂઆત કરવા જઈ રહ્યો છે. આવું સામાન્ય રીતે શહેરોમાં પણ જોવા મળતું નથી.



વલસાડના કપરાડા તાલુકાનાં નાનાપોંઢા ગામમાં એક જ વરરાજા બે કન્યા સાથે લગ્ન કરશે તેવી એક લગ્નપત્રિકા હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. નાનાપોંઢા ગામમાં પ્રકાશ ગાવીત નામનો એક યુવક છેલ્લા ઘણા સમયથી નયના અને કુસુમ નામની બે યુવતીઓ સાથે પ્રેમ સંબંધમાં હતો અને ત્રણેય સાથે જ લીવ ઇન રિલેશનમા રહેતા હતા. ત્યાર બાદ ત્રણેયએ સાથે મળીને લગ્ન જીવન શરૂ કરવાનો નિર્ણય કર્યો છે અને આગામી સમયમાં એક જ દિવસમા ત્રણેય એક જ મંડપમાં લગ્ન કરવા જઈ રહ્યા છે.

આદિવાસી સમાજમાં સામન્ય રીતે એવું થાય છે કે યુવક અને યુવતી લગ્ન પહેલા જ સાથે રહેતા હોય છે અને બાળક થાય ત્યાર બાદ બંને લગ્નગ્રંથિથી જોડતા હોય છે, તેવું કપરાડા આદિવાસી સમાજના પ્રમુખનું કહેવું છે. પરંતુ અહિયાં એક યુવક બે યુવતી સાથે એક જ સમયે લગ્ન કરે તે અનોખી બાબત કહેવાય, સામાન્ય રીતે આવું જોવા મળતું નથી.



- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular